ચોટીલા-વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ઈકો કાર ચાલક ઝડપાયો
વાંકાનેર: ચોટીલા-વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર જોધપર ગામ નજીક આવેલ માવત હોટલ સામેથી ઈંગ્લીશ દારૂની બોટલ સાથે ઈકો કાર ચાલકને વાંકાનેર તાલુકા પોલીસે પકડી પાડયો છે.
મળતી માહિતી મુજબ ચોટીલા-વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર જોધપર ગામ નજીક આવેલ માવત હોટલ સામેથી આરોપી અયુબભાઈ સલીમભાઈ ખલીફા (ઉ.વ.૩૯) રહે. રતનપર ગામ, તા. વઢવાણ જી. સુરેન્દ્રનગર વાળાએ ગેરકાયદેસર રીતે પોતાના હવાલાવાળી ઈકો કાર રજીસ્ટર નંબર-GJ-36-F-1860 કિં રૂ.૧,૫૦,૦૦૦ વાળીમાં ઇગ્લીશ દારૂની બોટલ નંગ -૧ કિં. રૂ. ૩૭૫ ના મુદામાલ સાથે વાંકાનેર તાલુકા પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





