મોરબી જિલ્લામાં હાલ ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે મોરબી જિલ્લાના અનેક ગામો સમરસ જાહેર થયા છે. ચીખલી ગામના સરપંચ તરીકે કરીમભાઈ કટિયા બિનહરીફ ચૂંટાઇ આવ્યા છે.
ચીખલી ગામ પંચાયતમાં સરપંચ કરીમ કટિયા, ઉપસરપંચ જગદીશ ભલા, અજરૂદીન જામ, અલીયાશ હાજી માલાણી ,અવેશભાઈ અબ્દુલ જામ, તાજ મામદ સુલતાન પારેડી, બાબુ દાવુદ પારેડી, હીરાભાઈ દેવાભાઈ સોલંકી, બટુક શિવા સુરેલા, માજી સરપચ હાજીભાઈ જાખરાભાઈ પારેડી ,આખા ગામના સાથ સહકારથી બિન હરીફ સરપંચ તરીકે ચુંટાઈ આવ્યા છે. ત્યારે માળીયા (મિં) યુવા મોરચા પ્રમુખ હિતેશભાઈ દસાડીયાએ કરીમભાઈ કટીયાને અભિનંદન પાઠવ્યા હતા.
