ચાલતા ચાલતા પડી જતા માથામાં ઇજા થતાં મોત.
મોરબીના કાલિકા પ્લોટ નજીક ચાલીને જતા ઉદયભાઈ પડી જતાં માથામાં ઇજાઓ પહોંચી હતી ત્યારે તેમનું મોત નિપજ્યું હતું.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી શહેરના રવાપર રોડ ઉપર કાલિકા પ્લોટ નજીક પોતાના ઘર પાસે ચાલતા – ચાલતા પડી ગયેલા ઉદયભાઈ સોમાભાઈ મકવાણાને માથામાં ઇજાઓ પહોચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.