Wednesday, March 18, 2026

ચારણ સમાજના વિશિષ્ટ પ્રતિભાના સંપન્ન કૃષ્ણદાન ગઢવી CBIમાં નિયુક્ત પામ્યા

Advertisement
Advertisement
Advertisement

ચારણ સમાજના વિશિષ્ટ પ્રતિભાના સંપન્ન કૃષ્ણદાન ગઢવી CBIમાં નિયુક્ત પામ્યા

મોરબી: ચારણ સમાજની એક વિશેષ પ્રતિભા, સમાજપ્રેમી એવા કરશનદાન ગઢવી, મમાણા બનાસકાંઠાની સી.બી.આઇમાં નિયુક્તિ થઇ છે. આ ખાતામાં ચારણ સમાજમાં કદાચ એક માત્ર કરશનદાન જ પ્રથમ હશે.

કરશનદાન મુળે કવિ આણંદા કરમાણંદાના વંશજ છે અને તેઓ બનાસકાંઠાના મમાણા ગામના વતની છે. સને 2010/11માં તેઓ સાબરકાંઠાથી પોલીસ કોન્સ્ટેબલ તરીકે સરકારી નોકરી પર લાગ્યા હતા. પોલીસ કોન્સ્ટેબલ જેવા નાના પદ પર પણ પોતાની આગવી કુનેહથી તેઓ ગરિમામય રીતે કાર્યરત રહ્યા છે. વિદ્વાન લોકો સાથે સબંધો રાખવા તેમને બહુ ગમે અને એટલે જ દેશની દરેક ક્ષેત્રની આદર્શ પ્રતિભાઓ સાથે તેમણે સબંધો રાખ્યા છે.

અઢારેય વર્ણને તેઓ ઉપયોગી રહ્યા છે અને ચારણ સમાજ માટે પણ તેઓ વિશેષ ઉપયોગી બનતા રહ્યા છે. સમાજના દરેક મુદાઓ, સમસ્યાઓ વખતે તન, મન અને ધનથી તેઓ અગ્ર ક્રમે રહેતા હોય છે. સીબીઆઈ ખાતામાં પણ તેઓ અનવરત પ્રગતિપથ પર રહે તેવી શુભકામનાઓ.

Related Articles

Total Website visit

1,598,028

TRENDING NOW