ચારણ-ગઢવી સમાજ દ્વારા ગોપાલક વિકાસ નિગમ (બોર્ડ) માં જોડાવવા માટે ચારણ સમાજ જનજાગૃતિ અભિયાન *આઈશ્રી સોનલમાઁ અને સામાજિક ચેરીટેબલ ટ્રસ્ટ જામનગર દ્વારા ચારણ સમાજનો ગોપાલક વિકાસ નિગમ બોર્ડમાં સમાવેશ કરવા જનજાગૃતિ અભિયાન કુલ ૬ (છ) ચરણે આયોજન કરેલ છે. જેમાં પ્રથમ ચરણ હાલ કચ્છ જિલ્લાના સંઘોડી, કોટાયા, કરોણીયા, મોટા લાયજા, પાંચોટીયા, ભાડા, લાયજા નાના, કાઠડા, રતડીયા, કોડાય, નાની રાયણ, માંડવી, ભાડીયા, ખાખર, ભુજપુર, ઝરપરા, વોવાર, અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, વોંધ એમ કચ્છના ચારણોના ગામોમાં પૂર્ણ કરેલ છે. હવે બીજુ ચરણ જુનાગઢ જિલ્લામાં ભગવતી શકિતપીઠ એવા બલીયાવડ પૂજ્ય શ્રી દેવલમાઁના આશિર્વાદથી શુભ શરૂઆત કરવામાં આવશે.* *આ સાથે મઢડા સોનલધામના ગીરીશભાઈ મોડ, ગીર બરોડો આલેચ ચારણ સમાજના પ્રમુખ જીતુભાઈ ગઢવી તેમજ જુનાગઢ જિલ્લાના સ્થાનિક આગેવાન સાથે શુભ શરૂઆત કરવામાં આવશે.* *પ્રચારક :- ૧) હિતેશભાઈ જાડફવા, ૨) આલાભાઈ વિર, ૩) જેઠાભાઈ લુણાં, ૪) ખીમાભાઈ નૈયા, ૫) માણસુરભાઈ રાજૈયા, ૬)સામરાભાઈ વાનરીયા, ૭) દેવીદાનભાઈ કારાણી*
|| ગોપાલક વિકાસ નિગમ બોર્ડ||
|| જનજાગૃતિ જુનાગઢ પ્રવાસ કાર્યક્રમ રૂપરેખા||
તા. ૧૯-૦૩-૨૦૨૨ શનિવાર
સમય સ્થળ
૦૯:૦૦ કલાકે — બલીયાવડ (શક્તિપીઠ)
૧૦:૦૦ કલાકે — જુનાગઢ ચારણ બોર્ડીંગ
૧૨:૦૦ કલાકે — રાજપરા રવેચીધામ
૦૨:૦૦ કલાકે — રામપરા (પુજ્ય રૂપલમાઁ)
૦૫:૩૦ કલાકે — ધાવા ગીર
૦૭:૦૦ કલાકે — કેશોદ સોનલ મંદિર
૦૮:૩૦ કલાકે — મઢડા સોનલધામ
સંપર્ક:- ૧) અજયભાઈ પાંચાલીયા, ૨) અભયદાન સુરુ, ૩) પ્રવીણભાઈ પાંચાલીયા, ૪) ભીખુભાઈ સુરુ
નોંધ:- ગોપાલક વિકાસ નિગમ બોર્ડ, જનજાગૃતિ અભિયાન હાલ ૬ (છ) ચરણમાં કરવામાં આવેલ છે.
(૧) કચ્છ
(૨) જુનાગઢ
(૩) દેવભૂમિ દ્વારકા
(૪) પોરબંદર
(૫) પંચમહાલ
(૬) રાજકોટ