હળવદ તાલુકાના ચરાડવા થી સમલી રોડ ઉપર આવેલ નર્મદા કેનાલના પાણીમાં ચરાડવા ગામની સીમમામાથી એક અજાણ્યા પુરૂષ ઉ.વ.૩૦ ના આશરાની લાશ સંપુર્ણ કોહવાય ગયેલ હાલત તા.૦૮/૦૧/૨૦૨૨ ના ક.૧૩/૩૦ વાગે મળી આવેલ હતી.
જે મરણજનાર અજાણ્યા પુરૂષે શરીરે બ્લ્યુ કલર જીન્સ પેન્ટ પહેરેલ હોય (કમર નુ માપ ૩૦ ઈંચ અને પેન્ટ ની લંબાઈ ૪૧ ઈંચ) અને મરણજનાર ના શરીરે ચેહરાનો ભાગ તથા શરીરે સંપૂર્ણ કોહવાય ગયેલ હાલતમા હોય તેમજ હાથ તથા પગની ચામડી સડી ગયેલ હોવાથી હાડકા દેખાય છે આ મરણજનાર કોઈ કારણોસર પાણીમાં મરણ ગયેલ હોવાનુ જણાય છે આ અજાણ્યા પુરૂષ ની લાશ કોની છે તેની હજુ સુધી ઓળખ થયેલ ન નથી તો આ મરણજનાર વિશે કે તેના વાલીવારસ વિશે કોઇ માહીતી હોય તો ન અથવા ભવિશ્યમાં કોઇ જાણકારી મળે તો અત્રેના હળવદ પો.સ્ટે.ના ઇમેલ ન -polstn-hal-mor@gujarat.gov.in પર અથવા અમારા આપેલ મોબાઈલ નંબર ઉપર અથવા હળવદ પો.સ્ટે નો સંપર્ક નંબર ૬૩૫૭૨૪૦૭૧૫ કરવા વિનંતી છે.