Monday, March 9, 2026

ચરાડવા ગામે મહાકાળી મંદિરના આશ્રમમાંથી દાનપેટીની ચોરી કરનાર ચોર ઝડપાયો

Advertisement
Advertisement
Advertisement

હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ પ્રસિદ્ધ મહાકાળી મંદિર આશ્રમમાંથી દાનપેટીની ચોરી થવાની ઘટનામાં એલસીબી ટીમે સુરેન્દ્રનગરના રામપરા ગામના રીઢા તસ્કરને ઝડપી લીધો છે.

હળવદ તાલુકાના ચરાડવા ગામે મહાકાળી આશ્રમમાં દાનપેટીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવા એલસીબી ટીમ પ્રયત્નશીલ હતી ત્યારે એલસીબી ટીમના હેડ કોન્સ્ટેબલ નિરવભાઇ મકવાણા તથા પોલીસ કોન્સ્ટેબલ દશરથસિંહ પરમારને બાતમી મળી હતી કે હળવદ કે.ટી.મીલ પાસે એક શંકાસ્પદ શખ્સ આંટાફેરા કરે છે જેને પગલે આ શખ્સને ઝડપી લઈ પૂછપરછ કરતા સુરેન્દ્રનગરના રામપરા ગામે રહેતો ભરતભાઇ પ્રભુભાઇ આકવીયાએ પોતે અગાઉ પણ આઠ થી દશ વખત અલગ અલગ સમયે ચરાડવાના મહાકાળી આશ્રમમાં ચોરી કરેલ હોવાનું અને પોતેને વધુ પૈસાની જરૂરત હોય રાતના સમય આશ્રમમાં ઘુસી આશ્રમના મંદિર ખાતે ફીટ કરેલ દાનપેટી તોડી તેમાંથી રોકડ રકમની ચોરી કરી કર્યાની કબુલાત આપતા હળવદ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ હતો.

Related Articles

Total Website visit

1,595,119

TRENDING NOW