ચરાડવા ગામે પ્રેમ સંબંધની શંકાએ પત્નીની પતીએ કરી હત્યા
મોરબી: હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં આદિવાસી પરિણીતાની હત્યા નિપજાવી હોવાની પરિણીતાના પિતાએ મહિલાના પતિ વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી છે. આડા સંબંધની શંકાએ પતિએ પત્નીને ઢોર માર મારી હત્યા નિપજાવી હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરડવા ગામની સીમમાં ધનકીબેન નવલાભાઈ ડામોર નામની મહિલાનો મૃતદેહ મળી આવતા પ્રાથમિક તપાસમાં પતિ મોતને ઘાટ ઉતારી હોવાની આશંકા સેવાઈ રહી છે. આ બનાવ અંગે ધાનકીબેનના પિતા નગરાભાઇ તીતરીયાભાઇ ભાભોર (રહે.ઉડાર, ભાભોર ફળીયુ તા.ધાનપુર જી.દાહોદ )એ ધાનકી બેનના પતિ છગનભાઇ નવલાભાઇ ડામોર (રહે.પાનમ તા.ધાનપુર જી.દાહોદ) વિરુદ્ધ હત્યા કરવા બાબતે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
જ્યારે ધાનકીબેનના પહેલા લગ્ન થઈ ગયા હોય અને બાદમાં પતિનું મૃત્યુ થતા ધાનકીબેને પાનમ ગામના છગનભાઇ નવલાભાઇ ડામોર સાથે બે વર્ષ પૂર્વે લગ્ન કર્યા હતા અને હળવદ તાલુકાના ચરાડવા ગામે ખેતમજૂરી કરતા હતા. પરંતુ પતિ છગનભાઇને ધાનકીબેનને પાનમ ગામના છનુભાઇ સાથે પ્રેમ સંબધ હોવાની શંકા રાખી કોઈપણ હથીયાર વડે આડેધડ મુંઢમાર મારી મોત ને ઘાટ ઉતારી દીધી હતી. આ બનાવમાં મૃતકના પિતાની ફરિયાદના આધારે હળવદ પોલીસે આરોપી પતિ છગનભાઇ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૦૨ તેમજ જીપી એકટની કલમ ૧૩૫ હેઠળ ગુન્હો નોંધી આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ શરૂ કરી છે.





