Monday, March 9, 2026

ચકમપર(જીવાપર) ગામે પાણીની પાઈપ લાઈન તોડી સરપંચને માર માર્યોની ચાર શખ્સો વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ

Advertisement
Advertisement
Advertisement

મોરબી: મોરબીના ચકમપર (જીવાપર) ગામે વાડીમાં જતી પાણીની પાઈપ લાઈન રીપેર કરવા જતાં સરપંચને માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાની ચાર શખ્સો વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ છે.

મળતી માહિતી મુજબ મોરબીના ચકમપર (જીવાપર) ગામનાં સરપંચ પરસોતમભાઈ ગાંડુભાઈ કાલરીયા(ઉ.વ.૬૨)એ આરોપી જયંતીલાલ ભીખાભાઈ દારોદરા, સંજય જયંતીલાલ દારોદરા, મુન્નો જયંતીલાલ દારોદરા તથા જયંતીલાલના પત્ની (રહે બધા ચકમપર (જીવાપર)ગામ. મોરબી)વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

કે ગત તા.૩ના રોજ બપોરના દોઢેક વાગ્યાના અરસામાં આરોપીઓએ ચકમપુર ગામની ગૌચરની જમીનમાં દબાણ કરેલ હોય અને તે જમીન માંથી પસાર થતી ફરીયાદીની વાડીએ જતી પાણીની પાઈપ લાઈન રાગદ્વેષ રાખી કોઈપણ રીતે તોડી નાખતા ફરીયાદી તથા સાથી રીપેર કરવા જતાં આરોપીઓ ગાળો આપી ધારીયા વડે મારવા દોડી ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધી હથીયાર બંધી જાહેરનામે ભંગ હેઠળ ગૂન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,185

TRENDING NOW