ઘુટુ રોડ પર આવેલ સીરામીક બેટરીમાં પતરા પર કામ કરતી વેળાએ પડી જતા રાજકોટના શ્રમિકનું મોત
મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ સીરામીક ફેક્ટરી માં પતરા પર કામ કરતી વેળાએ નીચે પડી જતા રાજકોટના એક શ્રમિકનું મોત નીપજ્યું હતું ત્યારે આ અંગે અકસ્માતે મૃત્યુનોંધ કરી પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના ઘુંટુ રોડ ઉપર આવેલ ઓમેક્સ સિરામિકમાં કામ કરતા મૂળ રાજકોટ રાજીવ નગરમાં રહેતા અયુબભાઈ સતારભાઈ શેખ નામના શ્રમિક પતરા ઉપર કામ કરતી વેળાએ પડી જતા મૃત્યુ નીપજ્યું હતું, બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.