મોરબી એલસીબીએ ઘુંટું ગામથી ઉંચી માંડલ જવાના રસ્તે પાર્થ હોટલની બાજુમાં જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તા પ્રેમીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ત્યારે તેમના વિરોધ જુગારધારા અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સંપૂર્ણ રેડની જો વાત કરીએ તો, મોરબી એલસીબી પોલીસને સયુકતમાં ખાનગીરાહે બાતમી મળેલ કે, ઘુંટુ ગામથી ઉંચી માંડલ જવાના રસ્તે, પાર્થ હોટલની બાજુમાં, જાહેરમાં ખુલ્લામાં, અમુક ઇસમો જુગાર રમે છે જે બાતમીના આધારે રેઇડ કરતા પાંચ ઇસમો દયારામભાઇ શામજીભાઇ સોરીયા ઉવ-૬૩ રહે. ધુટુ તા.જી. મોરબી, યુનુસભાઇ હબીબભાઇ રાઠોડ ઉવ-૪૬ રહે. મોરબી,વાવડીરોડ, કોમન પ્લોટ શ્રીજીપાર્ક, રાધવજીભાઇ ભુરાભાઈ પરેચા ઉવ-૬૩ રહે. ઘુંટુ, હરીનગર, તા.જી. મોરબી, દીલીપભાઇ રૂગનાથભાઇ સરવડીયા ઉવ-૫૦ રહે. મોરબી સામાકાંઠે, પ્રભુકૃપા- બી, રૂપેશભાઇ લખમણભાઇ કલોલા ઉવ-૪૮ રહે. મોરબી ધુનડારોડ, શિવમ એપાર્ટમેન્ટ મોરબીવાળાને રોકડા રૂ. ૭૨,૪૮૦/- નો મુદામાલ સાથે ઝડપી પાડી આરોપીઓ વિરુધ્ધ જુગાર ધારા મુજબ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે.