મોરબી પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.ગોઢાણીયા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.કોન્સ, જયદીપભાઇ પટેલ તથા પંકજભા ગુઢડા નાઓને મળેલ ખાનગી બાતમી હકીકત આધારે મોરબી તાલુકાના ધુંઢ ગામ પાસે રામકો વિલેજ પાસેથી એક ઇસમને એક હિરો સ્પ્લેન્ડર મોટર સાયકલ નં, GJ-24-AK-5616 વાળુ ચોરી કરી મેળવી વેચવા, સગેવગે કરવા જવાની પેરવી કરી મોરબી તાલુકાના ઘુંટુ ગામ પાસે રામકો વિલેજ પાસેથી નીકળનાર છે. તેવી ચોકકસ અને ભરોસાપાત્ર મળેલ બાતમીના આધારે સદરહું બાતમીવાળી જગ્યાએ વોચ તપાસમાં હતા દરમ્યાન બાતમીવાળુ મોટર સાયકલ લઇ નીકળતા ઇસમની સઘન પુછપરછ કરતા મજકૂર ઇસમે સદરહું મોટર સાયકલ ચોરી કરી, છળકપટથી મેળવેલ હોય સદરહુ હિરો કંપનીનુ સ્પ્લેન્ડર મોટરસારકલ નં. GJ-24-AR-5616 કિં.રૂ.૨૫,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી જનકભાઇ હસમુખભાઇ પરમાર (ઉ.વ.૨૮, રહે. ઘુંટુ, તા.જી.મોરબી, મુળ રહે. કંકાવટી, ના ધ્રાંગધ્રા, જી.સુરેન્દ્રનગર ) મળી આવેલ મુદામાલ સી.આર.પી.સી. કલમ-૧૦૨ મુજબ કબ્જે કરેલ હોય તેમજ આરોપી વિરુદ્ધ સી.આર.પી.સી. કલમ-૪૧(૧)(ડી) મુજબ અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.