💐💐 ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝડ ઈન્ડસ્ટ્રીઝ (જી. સી. સી. આઇ.), આત્મીય યુનિવર્સિટી અને નવરંગ નેચર કલબ દ્વારા તા.12-13 અને 14 એપ્રિલ 2024 એમ ત્રણ દિવસ ઓર્ગેનિક ખેડૂત હાટ નું આયોજન કરેલ હોય જેના મુખ્ય આયોજન કર્તા ડો. વલ્લભ ભાઇ કથીરીયા પુર્વ કેન્દ્રીય મંત્રી અને કામધેનુ આયોગ નાં પૂર્વે રાષ્ટ્રિય અધ્યક્ષ સાથે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 માં ખેડુત સહકાર કેન્દ્ર દ્વારા 500 કરોડનાં એમ.ઓ.યુ. કરનાર ચેરમેન શ્રી મુકેશભાઈ સખિયા સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી અને એક બીજા નાં પુરક બનીને ખેડૂતોને તમાંમ રીતે ફાયદાઓ થાય અને પોતે ઉત્પન્ન કરેલ ઓર્ગેનિક અનાજ, કઠોળ, મરી – મસાલા, તેલ, ઘી, મધ જેવી ગૌ આધારિત અનેક પ્રોડક્ટ્સ લોકોને ઉત્પાદક ખેડુત પાસેથી સીધી ખરીદી કરવાની તક મળશે અને આગામી દિવસોમાં ખેડુત સહકાર કેન્દ્ર અને ઓર્ગેનિક ખેડુત હાટ એક બીજાનાં પુરક બનીને રાષ્ટ્રનાં ખેડૂતોને અગણિત ફાયદો કરાવશે.. 💐💐