ગુ. ક્ષ. કડિયા સમાજ હાલાર મોટી નાત નવા પ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ રાઠોડ ની વરણી કરાઈ_!
જોડિયા :- તાલુકા ના બોડકા ગામે ગુ. ક્ષત્રિય કડિયા સમાજ હાલાર મોટી નાત ની. ૨૯/૧૦/૨૪ ના રોજ હાલાર મોટી નાત ના બોડકા ના કાર્યવાહક તરીકે પ્રમુખ મોહન ટી પરમાર ના અધ્યક્ષ સ્થાને સમાજ ના આગેવાનો ની બેઠક નું આયોજન કરાયું હતું.છેલ્લા બે વર્ષ થી નવા પ્રમુખ નિમવા ની ચર્ચા સમાજ ના દરેક મિટિંગ આગેવાનો કરી રહ્યા હતા.આજ મંગળવારે ૨૯/૧૦/૨૪ બોડકા ગામે હાલાર મોટી નાત ની બેઠક માં સમાજ ના નવા પ્રમુખ ની ચર્ચા બાદ સમાજ ના અન્ય હોદેદારો તથા સમાજ આગેવાનો દ્વારા જીરાગઢ઼ ગામના ઘનશ્યામભાઈ રાઠોડ ની સર્વાનુમતે પ્રમુખ પદે વરણી કરાઈ છે. યુવા ઘનશ્યામભાઈ રાઠોડ સામાજિક અને રાજકીય ક્ષેત્ર સમાજ અને ગામ માટે સેવા આપી રહ્યા છે. જોડિયા તાલુકા પંચાયત ના તેવો ઉપદેશ પ્રમુખ તરીકે સેવા આપી ચુક્યા છે. અને જોડિયા તાલુકા ભાજપા ના હોદેદાર તરીકે પક્ષ માટે હમેશા સકિય કાર્યકર રૂપે હાલ ના તકે સેવા ચાલું છે તેવો પુર્વ ગામના સરપંચ રહી ચુકયા છે _! અહેવાલ- રમેશ ટાંક. જોડિયા.