ગુમ થયેલ બાળકીનું પરિવાર સાથે મિલન કરાવતી મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સી ટીમ.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનની સીટીમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમ્યાન સેન્ટમેરી સ્કૂલ નજીક આવેલ રેલવે ફાટક પાસે પહોંચતા એક મોટરસાયકલ ચાલકે હાથનો ઈશારો કરતા તેણે જણાવેલ હકીકત મુજબ પોતે વિકીભાઈ હરીશભાઈ બસંતાણી રહે લાયન્સ નગર માં આવેલ વાસ્તુ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા હોય અને તેમની ચાર વર્ષની ભત્રીજી એકાદ કલાકથી એપાર્ટમેન્ટમાં અન્ય છોકરાઓ સાથે રમતા રમતા ગુમ થઈ ગયેલ હોવાનું જાણવા મળતા તુરંત જ તેમની સાથે મદદમાં રહી બી ડિવિઝન પોલીસ સ્ટેશન અને અન્ય પોલીસ સ્ટાફને જાણ કરી ગુમ થયેલ બાળકીની શોધખોળ શરૂ કરી દીધેલ હોય અને અડધા જ કલાકના સમયગાળા દરમિયાન મોરબી બી ડિવિઝન પોલીસની સી ટીમને પત્રકાર પંકજભાઈ સનારીયા દ્વારા ટેલીફોન દ્વારા જાણ કરવામાં આવી હતી કે ચારેક વર્ષની દીકરી પરશુરામ ધામ નવલખી ફાટક નજીકથી એકલી મળી આવેલ છે એ માહિતી મળતા ફોટો મંગાવી મેચ કરતા ગુમ થયેલ બાળકી જ હોવાનું નક્કી થતાં તુરંત જ સીટી બી ડિવિઝન ની સી ટીમ તથા અન્ય પોલીસ સ્ટાફના માણસો પરશુરામ ધામ બાળકીના માતા સાથે પહોંચી બાળકીનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું





