Thursday, March 12, 2026

ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ ટ્રિબ્યુનલોનું વિઘટન કરવા પણ એકતા એ જ લક્ષ્ય સંગઠનની માંગ

Advertisement
Advertisement
Advertisement

મોરબી : એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વક્ફ અધિનિયમ 1995 રદ કરવા તેમજ ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ ટ્રિબ્યુનલોનું વિઘટન કરવા માંગ ઉઠાવવામાં આવી હતી.

એકતા એ જ લક્ષ્ય સંગઠન દ્વારા રજુઆતમાં જણાવાયું છે કે વકફ બોર્ડ દ્વારા સરકારી અર્ધ સરકારી જમીન સંપાદન કરી વકફ બોર્ડ સતત વધી જવા પામેલ છે અને ગેરકાયદેસર જમીનનો કબ્જો કરી રાષ્ટ્રવ્યાપી ષડયંત્ર રચવા ભારતીય બંધારણની ઉપરવટ થઇ વકફ એક્ટ-1995ની કલમનો દુરુપયોગ કરી કાયદાનો ખુલ્લે આમ ભંગ થતો હોવાનું પ્રતીત થાય છે ત્યારે વક્ફ અધિનિયમ 1995 રદ કરવા તેમજ ગુજરાત રાજ્ય વક્ફ બોર્ડ ટ્રિબ્યુનલોનું વિઘટન કરવા માંગ ઉઠાવવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,595,542

TRENDING NOW