Saturday, March 7, 2026

ગુજરાત રાજ્ય માહિતી આયોગ નો ઇતિહાસિક ચુકાદો, RTI થાય તો ૩૦ દિવસ માં પોલીસે CCTV આપવા જ પડશે(લંકેશ)

Advertisement
Advertisement
Advertisement

ગુજરાત રાજ્ય માહિતી આયોગ નો ઇતિહાસિક ચુકાદો, RTI થાય તો ૩૦ દિવસ માં પોલીસે CCTV આપવા જ પડશે
(લંકેશ)
માહિતી આયોગ દ્વારા થતી RTI મા પોલીસના જવાબો થી નારાજ થઈ ને એક મહત્વ નો નિર્યણ કર્યો છે કે કોઈ પણ અરજદાર RTI કરે તો પોલીસ ૩૦ દિવસ માં CCTV ફૂટેજ આપવા જ પડશે નિયમ નું ઉલ્લંઘન કરનાર અધિકારી કે કર્મચારી વિરુદ્ધ ખાતાકીય પગલા અને દંડ ની કાર્યવાહી થશે

CCTV ફૂટેજ સાચવી રાખવા સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર કર્યો છે અને ખુદ પોલીસ મહાનિર્દેશકે આ મામલે આદેશ કર્યા હતા તેમ છતાં આ આદેશનું પાલન થતું ન હતું પણ હવે સરકારે આ બાબતે ગંભીર ચિંતન કર્યું છે

ઘણા નાગરિકો પોલીસ સ્ટેશન ના CCTV ની માંગણી કરતા હોય છે કેમ કે પોલીસ સ્ટેશન માં જ અરજદાર કે ફરિયાદી સાથે પોલીસ કર્મચારી કે અધિકારી દુર્વ્યવહાર કરતા હોય ત્યારે CCTV મહત્વ નો પૂરવો બની જતો હોય છે પણ પોલીસ કોઈ ને કોઈ બહાનું ધરી CCTV ફૂટેજ આપતા નથી

ઘણા કિસ્સાઓ માં પોલીસ ફકત અરજી ના આધારે નાગરિકને ઉઠાવી તેની સાથે મારકૂટ કે ધાક ધમકી આપી ઉઘરાણી બાબતે સેટલમેન્ટ કરતી હોય છે અને ઘણા કેસમાં આરોપીને સવલતો અપાતી હોય છે આવા કિસ્સાઓમાં પોલીસ સ્ટેશન ની કામગીરી પારદર્શક બનશે

ગોંડલમાં બાહુબલી નેતાઓ ની લડાઈ માં પોલીસ સામાન્ય ફરિયાદ ઉપર આરોપીને થર્ડ ડિગ્રી માર માર્યો અને કોર્ટ દ્વારા જયારે CCTV માંગ્યા તો પોલીસ ટેક્નિકલ ખામી થી રેકોર્ડિંગ થયું નથી કે કેમેરા બંધ છે જેવા બનાના બતાવી મહત્વનો પૂરવો છુંપાવતી હોય છે પરતુ માહિતી આયોગ અને કોર્ટના આ નિર્ણય થી પોલીસ વર્તાવમાં સુધારો થશે
કારણ કે CCTV કેમેરા એ પણ વોઇસ રેકોર્ડ વારા પી આઈ સુધીની ચેમ્બર માં પણ લગાડવા માં આવ્યા છે

પાયલ ગોટી કાંડ હોઈ કે પસી કચ્છ નું ગઢવી યુવાન કસ્ટોડિયલ ડેથ હોય, અમદાવાદ કાગડાપીઠ ની ટોર્ચર ની ઘટના હોય જેમાં મુખ્ય અને મહત્વનો પૂરવો જ CCTV ફૂટેજ હતો જે પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ રજૂ કરાયો નહીં પરંતુ પરિપત્ર બાદ જો હવે CCTV ફૂટેજ રજૂ નહીં થાય તો અરજદાર તરફી નિર્યણ કરતા પણ કોર્ટ ખચકાશે નહીં

આજ રોજ નામદાર હાઈકોર્ટ માં જેની સુનાવણી છે એ કનૈયાલાલ દેત્રોજા કાંડ મા ગોરવા પોલીસ દ્વારા કન્યાલાલ દેત્રોજાની બપોરે ધરપકડ કરી હતી જેનો મોરબી પોલીસ કબ્જો લેવા પહોંચે તે પહેલા જ કનૈયાલાલ દેત્રોજા પોલીસ સ્ટેશન થી ભાગી ગયો હતો તો ૬ કલાક સુધી ગોરવા પોલીસ દ્વારા સુ કર્યું એની સુનાવણી આજ રોજ નામદાર હાઈકોર્ટ માં થશે જેમાં સ્ટેશન ડાયરી અને CCTV ફૂટેજ મહત્વ ના પુરાવા બની રહશે

હવે જો અરજદાર ને RTI હેઠળ ૩૦ દિવસમાં CCTV ફૂટેજ નહીં આપવામાં આવે તો જવાબદાર અધિકારી કે કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી થશે અને આ ચુકાદાને રાજ્ય પોલીસ વડાએ ગંભીરતા થી લેવા આદેશ કરેલ છે

Related Articles

Total Website visit

1,595,067

TRENDING NOW