ગુજરાત રાજ્ય ના મુખ્યમંત્રી એ કરેલા સૂચનો ને ઘોળી ને પી જતી મોરબીનગરપાલિકા
એકતરફ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા વીજળી બચાવ માટે સૂચનો કરવામાં અથવા નવતર પહેલ કરવામાં આવતી હોઈ છે ત્યારે આ પહેલા મોરબી નગરપાલિકા ને લાગુ ન પડતી હોઈ તેવું લાગી રહ્યું છે બીજી તરફ જો મોરબી નગરપાલિકા ની વાત કરીયે તો મોરબી નગરપાલિકા પાસે લાઈટબીલ ચૂકવવા માટે પણ ફાંફા પડી રહ્યા છે ત્યારે આ વીજળી નો દૂર ઉપયોગ કેટલો યોગ્ય

મોરબી નગરપાલિકાના રાજમા ધોળા દિવસે અંજવાળા. દિવસે પણ રોડ રસ્તા ઉપર પ્રકાશ આપતી સ્ટ્રીટ લાઈટ.
મોરબી નગરપાલિકામાં ભાજપનું શાસન આવ્યા બાદ મોરબીની જાહેર જનતા માટે નગરપાલિકાએ ધોળે દિવસે અંજવાળા કર્યા છે. રાતે તો ઠીક પરંતુ દિવસે પણ સ્ટ્રીટ લાઈટો ચાલુ જોવા મળી રહી છે.

ત્યારે નટરાજ ફાટક પાસે થી એલ.ઈ. કોલેજ તરફ જવાના રસ્તા પર ધોળા દિવસે સ્ટ્રેટ લાઈટ ચાલુ હાલતમાં જોવા મળી રહી હતી. આમ તો રાત્રિના સમયમાં રોડ રસ્તા પર અંધકાર છવાયેલો હોય છે પરંતુ નગરપાલિકા દ્વારા દિવસે રોડ રસ્તા ઉપર અકસ્માતના સર્જાય તેના માટે સ્ટ્રીટ લાઈટ ચાલુ રાખવામાં આવતી હોય છે આવી જ રીતે નટરાજ ફાટક પાસે પણ થોડા દિવસે સ્ટ્રેટ લાઈટ ચાલુ હાલતમાં જોવા મળી રહી હતી જે કારણે ત્યાં અકસ્માતના સર્જાય તેથી નગરપાલિકા દ્વારા આ લાઈટ ચાલુ રાખવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક મોરબી ની અંદર સૂર્યનું અંજવાળું ઓછું પડતું હોય ત્યારે મોરબી વાસીઓને વધુ અંજવાળું મળી રહે તે માટે આ લાઈટો ચાલુ રાખવામાં આવતી હોય તેવા પણ લોક મુખે કટાક્ષ થઈ રહ્યા છે.





