Monday, March 9, 2026

ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીના હસ્તે મોરબી જિલ્લાની નાની વાવડી કુમાર પ્રાથમિક શાળાના શિક્ષકનું સન્માન.

Advertisement
Advertisement
Advertisement

ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રીના હસ્તે મોરબી જિલ્લાની નાની વાવડી કુમાર પ્રાથમિક શાળાના શિક્ષકનું સન્માન.

વાત્સલ્ય ફાઉન્ડેશન મહેસાણા આયોજિત નગરપાલિકા ટાઉનહોલ મહેસાણા ખાતે સમગ્ર ગુજરાત રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે ઇનોવેટિવ અને નાવિન્ય સભર રીતે શૈક્ષણિક કાર્ય કરનાર ગુરૂજનોની પ્રતિભાની ઓળખ થાય અને પ્રોત્સાહન મળે એ આગવા ઉમદા હેતુથી ગુરુજનોના સન્માન માટે રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબની અધ્યક્ષતામાં ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિર્ણાયક કમિટી દ્વારા સન્માનિત શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી જેમાં મોરબી જિલ્લાના નાની વાવડી કુમાર પ્રાથમિક શાળાના શિક્ષકનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

ક્યારે આ અંગે વધુ વાત કરીએ તો મોરબી જિલ્લાના નાની વાવડી કુમાર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અને ખાખરાળા ગામના વતની શિક્ષક શ્રી અશોકકુમાર મહાદેવભાઈ કાનજીયા નુ રાજ્યના શિક્ષણ મંત્રી શ્રી ડોક્ટર કુબેરભાઈ ડીંડોર સાહેબના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષણ મંત્રીશ્રીએ જણાવેલ કે સૌથી શ્રેષ્ઠ કાર્ય હોય તો શિક્ષકનું છે અને જે બાળકોનું ઘડતર કરે છે માટે દરેક શિક્ષકોનો સન્માન થાય એવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Related Articles

Total Website visit

1,595,179

TRENDING NOW