Wednesday, March 11, 2026

ગાળો બોલવાની ના પાડતાં ૨ ઈસમોએ હોટલના માલિક અને તેમના ભાઈને જાન થી મારવાનો પ્રયાસ કર્યો.

Advertisement
Advertisement
Advertisement

ગાળો બોલવાની ના પાડતાં ૨ ઈસમોએ હોટલના માલિક અને તેમના ભાઈને જાન થી મારવાનો પ્રયાસ કર્યો.

મોરબી માળિયા હાઇવે પર આવેલ પાન માવા અને ચાની હોટલના માલિક અને તેમના ભાઈ પર ૨ ઇસમો દ્વારા ચા પી ને પૈસા ના આપી ગાળો બોલતા મારામારી થઈ હતી. જેમાં બંને પક્ષે ગંભીર ઈજાઓ પહોંચી છે. ત્યારે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરાઇ છે.

જાણવા મળતી વિગતો અનુસાર રિયાઝભાઈ સખાયા માળિયા હાઇવે પાસે આવેલ આશિષ હોટેલની સામે પાનમસાલા તેમજ ચાની હોટલ ચલાવતા હોય આ વ્યવસાયમાં તેમનો ભાઈ મહેબૂબ પણ જોડાયેલ હોઈ ત્યારે ગઈકાલે મહેબૂબ ભાઈ હોટલમાં સવારના સમયે ચા બનાવતા હોય ત્યારે નિઝામ સામતાણી ચા પીવા આવ્યો હોઈ બાદ તેની પાસે થી પૈસા માગતા ગાળો બોલવા લાગ્યો હોય ત્યારે ગાળો બોલવાની ના પાડતાં પડખાના ભાગમાં છરીના ઘા માર્યા હતા. ત્યારે મહેબૂબભાઈ નીચે પડી ગયેલ હતા ત્યારે મહેબૂબ ભાઈને બચાવવા ફરિયાદી રિયાઝભાઇ ત્યાં ગયા હતા ત્યારે અજુમાં પડેલ ધારિયું લઈને સ્વબચાવમાં નિઝામને મારી દીધું હોય બાદ નિઝામનો ભાઈ સમીર હાથમાં લોખંડનો સળિયો લઈને આવ્યો હોઈ અને તેના વડે ફરિયાદી રિયાઝભાઈને મારતા તે નીચે પડી ગયેલ હોઈ અને તેના ભાઈ મહેબુબભાઈ ને છાતીના ભાગમાં સળિયો મારવા લાગ્યો હતો. ત્યારે તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેથી સારવાર ઉર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,319

TRENDING NOW