Saturday, May 3, 2025

ગાંધીનગરમાં શિક્ષણમંત્રી સાથે મહાસંઘના હોદેદારોની મુલાકાત કરાવી આપતા બ્રિજેશ મેરજા

Advertisement
Advertisement
Advertisement

ગાંધીનગરમાં શિક્ષણમંત્રી સાથે મહાસંઘના હોદેદારોની મુલાકાત કરાવી આપતા બ્રિજેશ મેરજા

વિધાનસભાનું સત્ર ચાલુ હોવા છતાં ભોજન અવકાશના ભોગે મહાસંઘને મુલાકાત આપતા શિક્ષણમંત્રી અને પંચાયત મંત્રી

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ભગિની સંસ્થા જે રાષ્ટ્રવાદી વિચારધારા સાથે રાષ્ટ્ર હિત,શિક્ષકહિત અને છાત્રહીત માટે કાર્યરત સંગઠન છે,આ સંગઠનના કાર્યકર્તાઓ શિક્ષકો માટેના પ્રશ્નો,સમાજહિતના કાર્યક્રમ માટે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘણી સાથે મુલાકાત માટે દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ, હિતેશભાઈ ગોપાણી સૌરાષ્ટ્ર સંભાગ સહસંગઠન મંત્રી, હરદેવભાઈ કાનગડ કિરીટભાઈ દેકાવડીયા ઉપાધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ – મોરબી ટિમ ગાંધીનગર પહોંચી હતી, વિધાનસભાનું સત્ર ચાલુ હોવા છતાં પંચાયત મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ સૌને સ્નેહપૂર્વક આવકાર્યા હતા અને શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણી સાથે મુલાકાત કરાવી આપી અને શૈક્ષણિક તેમજ આગામી કાર્યક્રમ વિશે ચર્ચા પણ કરી હતી,આમ ફરી એકવાર બ્રિજેશભાઈ મેરજાએ મોરબી જિલ્લા પ્રત્યેનો પોતાના સ્નેહ અને પ્રજાવત્સલતાના દર્શન કરાવ્યા હતા. આ બદલ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ,મોરબી દ્વારા શિક્ષણમંત્રી અને પંચાયત મંત્રીનો આભાર પ્રકટ કર્યો હતો.

Related Articles

Total Website visit

1,502,724

TRENDING NOW