પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરા ની સુચના અને રાધીકા ભારાઇ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ તથા સર્કલ પોલીસ નાયબ ઇન્સપેકટર એમ.આર.ગોઢાણીયા તથા એલ.સી.બી.પો.ઇન્સપેક્ટર વી.બી.જાડેજા તથા એલ.સી.બી.પો.સબ.ઇન્સ એન.બી.ડાભી એમ તમામ પોલીસ ઇન્સ્પેક્ટર ના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ જીલ્લા ના પડાણા લેબર કોલોની મા હત્યા નો બનાવ ગઈકાલ ના રોજ બનવા પામેલ અને હત્યા ના બનાવ ને અંજામ આપી હત્યા કરનાર આરોપી અરવિંદ કરણભાઈ અઠીયા ઉમર વર્ષ ૨૩ , રહે. પડાણા, ગાંધીધામ મુળ બોહસસા એમ.પી. ના વતની નાસી ગયેલ હોય જે અનુસંધાને અત્રે ના જીલ્લા મા ચેકપોસ્ટ તથા નાકા પોઇંટ પર સઘન વાહન ચેકીંગ કરી હત્યા કરી નાસી ગયેલ આરોપીને શોધી કાઢવા સુચના થઈ આવેલ હોય અને જે અનુસંધાને એન.બી.ડાભી પો.સબ.ઇન્સ એલ.સી.બી.મોરબી નાઓને હકિકત મળેલ કે ગાંધીધામ પડાણા ખાતે હત્યા ને અંજામ આપી નાસી છુટેલ આરોપી સરકારી એસ.ટી.મા બેસી નાસી છુટેલ છે તેમ હકિકત મળેલ હોય અને જે હકિકત થી સદરહુ હકિકત અનુસંધાને મિતાણા ચોકડી ખાતે ચેકપોસ્ટ કાર્યરત હોય જ્યાં વાહન ચેકિંગ દરમ્યાન એક સરકારી એસ.ટી.બસ ગાંધીધામ ટુ રાજકોટ વાળી નીકળતા જે રોકી ચેકીંગ કાર્યવાહી કરતા મજકુર હત્યા કરી નાસી ગયેલ શંકાસ્પદ આરોપી મળી આવતા મજકુર ને પ્રાથમીક પુછપરછ કરતા પોતે ગાંધીધામ પડાણા ખાતે લેબર કોલોનીમા એક ઇસમ ની હત્યા કરી નાસી છુટેલ હોવાની કબુલાત આપતા મજકુર ને ટંકારા પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી વધુ તપાસ માટે ગાંધીધામ પોલીસ ને સોપી આપવા ધોરણસર ની કાર્યવાહી કરવામા આવેલ છે
ઉપરોકત કામગીરી મા એન.બી.ડાભી પો.સબ.ઇન્સ એલ.સી.બી.મોરબી તથા ટંકારા પો.સબ.ઇન્સ બી.ડી.પરમાર તથા પોલીસ હેડ કોન્સટેબલ વિજયભાઈ નાગજીભાઈ બાર તથા પો.કોન્સ જયદેવસિહ ઝાલા તથા પો.કોન્સ રાજેશભાઈ ડાંગર તથા પો.કોન્સ સતિષભાઈ રાજેશભાઈ બસીયા તથા મોરબી જીલ્લા એલ.સી.બી.ટીમએ સંયુક્ત પોલીસ સ્ટાફ ના માણસોએ સફળ કામગીરી કરી હતી.