ગાંધીચોક નજીકથી નોટ નંબરી રમતા ત્રણ ઝડપાયા.
મોરબી ના ગાંધીચોક માં હોસ્પિટલના ઝાંપા નજીક થી નોટ નંબરનો જુગાર રમતા ત્રણ શખ્સોને પકડી પાડવામાં આવ્યા છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબી ગાંધીચોકમાં હોસ્પિટલના ઝાંપા પાસેથી સીટી એ ડિવિઝન પોલીસે જાહેરમાં નોટ નંબરીનો જુગાર રમતા મિથુન ઉર્ફે કાંતિલાલ દેવરાજભાઈ ડાભી, હુસેન મહમદભાઈ ભટ્ટી અને સુલતાન સરમણભાઈ સુમરા નામના ત્રણ જુગારીઓને રોકડા રૂપિયા 13,200 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.