મોરબી તાલુકાના લગધીરપુર મકનસર વિસ્તારમાં રહેતા મહિલાએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ લગધીરપુર મકનસરમાં રહેતા મંજુલાબેન મોહનભાઇ હડીયલ (ઉ.વ.૩૯) એ કોઈ અગમ્ય કારણસર પોતાની જાતે ગળેફાસો ખાઇ લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે મૃત્યુ નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.