Sunday, March 15, 2026

ગરમીના કારણે લુ લાગવાથી બચવા અંગે તકેદારી રાખવા આરોગ્યતંત્રની અપીલ

Advertisement
Advertisement
Advertisement

ગરમીના કારણે લુ લાગવાથી બચવા અંગે તકેદારી રાખવા આરોગ્યતંત્રની અપીલ

ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે ત્યારે ભારતીય હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતા વ્યક્ત કરી છે, જે અનુસંધાને મોરબી જિલ્લામાં પણ આગામી દિવસોમાં તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની શક્યતા છે.આવા સંજોગોમાં લુ લાગવાની ઘટના વધુ જોવા મળતી હોય છે. વધુ પડતી ગરમી ના કારણે લુ લાગવાના (સન સ્ટ્રોક)કેસો ખાસ કરીને શ્રમિકો અને ખેત મજૂરોમાં વધુ બને છે. જે ઘણીવાર જીવલેણ પણ બની શકે છે.અસહય ગરમીમાં ભારે પરિશ્રમ કરવાથી શરીરનું તાપમાન વધી જાય છે. સામાન્ય રીતે શરીરનું તાપમાન પરસેવા થવાથી ઘટે છે. પરંતુ બહારનું તાપમાન ખુબ જ ઊંચું હોય ત્યારે પરસેવાથી શરીરનું તાપમાન ઘટવાની ક્રિયા અસરકારક રહેતી નથી. શરીર અને હાથ પગ દુઃખવા, માથું દુઃખવુ, શરીરનું તાપમાન વધી જવું, ખુબ જ તરસ લાગવી, ગભરામણ થવી, શરીરમાંથી પાણી ઓછું થઇ જવું, ઉલ્ટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઇ જવું, અતિ ગંભીર કિસ્સમાં ખેંચ આવવી વગેરે લૂના લક્ષણો છે. લુ લાગવાથી બચવાના માટે ગરમીમાં શક્ય હોય ત્યાં સુધી બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તે રીતે સફેદ સુતરાઉ કપડા પહેરવા, ટોપી, ચશ્માં છત્રીનો ઉપયોગ કરવો. ભીના કપડાથી માથું ઢાંકી રાખવું અને જરૂર જણાયે અવાર-નવાર ભીના કપડાથી શરીર લુંછવું. સીધા સૂર્ય પ્રકાશ થી બચવું અને દિવસ દરમ્યાન ઝાડ નીચે, ઠંડક અને છાયામાં રહેવું. દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું, લીંબુ શરબત, નાળીયેર નું પાણી,ઓ.આર.એસ. વગેરે પુષ્કળ પ્રમાણ માં પીવા. નાના બાળકો, સગર્ભા માતા, વૃધ્ધો અને અશકત-બીમાર વ્યક્તિઓ એ તડકામાં વિશેષ કાળજી રાખવી. માથાનો દુઃખાવો, બેચેની, ચક્કર આવવા, ઉબકા કે તાવ આવે તો તરત જ નજીકના આયુષમાન આરોગ્ય મંદિર/પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર/હોસ્પિટલ નો સંપર્ક કરવા મોરબી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવેલ છે

Related Articles

Total Website visit

1,597,531

TRENDING NOW