Saturday, May 3, 2025

ગત મોડી રાત્રે પ્રેમ પ્રકરણ બાબતે ડખ્ખો, એક ની હત્યા, ૧૧ સામે ફરિયાદ નોંધાઈ.

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ઈન્દીરાનગરમા ખોડિયાર માતાજીના મંદિર પાસે રહેતા વિશાલભાઈ પરસોત્તમભાઈ માનેવાડીયાએ આરોપી પ્રવિણ ઉર્ફે ઉગો અદગામા, નરેશ લાભુભાઈ વાઘેલા, કિશોર લાભુ વાઘેલા, વિશાલ કોળી રહે. ઘુંટું , હકાભાઈ અદગામાં રહે. ઘુંટું, કાના હકાભાઈ, જયેશ જીવણ અદગામા, સુનીલ જયંતી જોગડીયા, મનીષ ઉર્ફે ભોલો, મેરીયો રબારી તથા એક અજાણ્યા ઇસમ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ફરીયાદિના ભાઇ વિજય ઉર્ફે રવીને આરોપીની ભત્રીજી સાથે પ્રેમ સંબંધ હોય જેની આરોપીઓને જાણ થતા આરોપીઓ અલગ અલગ વાહનમાં આવી વિજય પરસોત્તમભાઈ માનેવાડીયા ઉર્ફે રવી (ઉ.વ.૨૩) તથા સાહેદો ઇન્દિશનગર પટમા બેઠા હતા ત્યા હાથમા લાકડાના ધોકાઓ જેવા હથીયારો લઈને આવી વિજય ઉર્ફે રવી નામના યુવકને માર મારી ઢસ ડી પરાણે એક રીક્ષામા બેસાડી અપહરણ કરી બેલા રોડ ઉપર બાવળની કાટમાં લઈ જઈ ધોકા જેવા હથીયારોથી હાથમા પગમાં તથા માથામાં આડેધડ માર મારી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી વિજય ઉર્ફે રવી નામના યુવકનું મોત નીપજાવી નાસી ગયા હતા. આ બનાવ અંગે મૃતકના ભાઈ વિશાલભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આગળની તપાસ હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,720

TRENDING NOW