ગંગા સ્વરૂપ સહાય સમિતિ મોરબી દ્વારા વધુ એક સીવણ કેન્દ્ર ખુલ્લું મુકાયું
જેના દિલમાં સતત સેવાકીય ભાવના રહેલી છે તેમજ વંચિત પરિવારોનેસહાય યોજના ની પણ દિલથી લાગણી હોય તેવા ગંગા સ્વરૂપ સહાય સમિતિના અધ્યક્ષ અને પી.જી. પટેલ કોલેજના સુપ્રીમો એવા દેવકરનભાઈ આદ્રોજા અને તેમના ધર્મપત્ની કે જેઓ પણ સેવા ભાવના સાથે જોડાયેલા છે
તેમનાં હસ્તે દિપ પ્રાગટય કરી ને આ સિવન કેન્દ્ર ખુલ્લું મુકાયું તેમની સાથે આ સમિતિના સભ્યો શ્રી ટી સી ફૂલતરિયા સાહેબ બાલુભાઈ કડીવાર
અને વિનુભાઈ ભટ્ટ હાજર રહેલ

સાથે કેન્દ્ર સંચાલિકા હેતલબેન ભટ્ટ અને તેમનાં સગા સ્નેહી જનોની આડોશી પાડોશી ની પણ હાજરી હતી આ તકે દેવકરન ભાઈએ કહ્યું કે આર્થિક નબળા વર્ગના અને વિધવા બહેનોની દીકરીઓને પગભર બનાવવા માટે આ સેવાકાર્ય કરવામાં આવે છે શારદાબેન અને ટી સી ફુલતરિયા સાહેબનો પણ
એજ સેવાના ભાવનાને અનેક તાંતણાથી બાંધી મજબૂત બનાવવાની ભાવના વ્યકત કરી હેતલ બેન દ્વારા મીઠા મોં કરાવી કરાવવામાં આવ્યા હતા અને
આભાર વિધિ વિનુભાઈ ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી.
