માળિયા (મિં): દાહોદ જિલ્લાની સગીરા અસ્થિર મગજની હોવાથી ઘરે કોઈને કહ્યા વગર નીકળી ગય હતી. જેથી તેમના પરિવારજનોએ ચિંતિત બન્યા હતા અને શોધખોળ શરૂ કરી હતી. ત્યારે માળિયા (મિં) પોલીસે સગીરાને પરીવાર સાથે પુનઃસંપર્ક કરાવ્યો હતો.
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાએ ગુમ થનાર બાળકીને શોધવા માનવીય અલ્ડિંગમ દાખવી કાર્ય કરવા સુચના આપેલ હતી. જેથી તેમના માર્ગદર્શન હેઠળ કાર્ય કરવા માળિયા (મિં) પોલીસ ટીમ પ્રેટ્રોલિગમાં હતી તે દરમ્યાન ગઇકાલના રોજ શહેનશાહ વલીના પાટીયા પાસેથી એક સગીર મનીષાબેન ડોઓ શંકરભાઇ મથુરભાઇ બજાણ (રહે.નારતોડ, તા-દેવગઢ બારીયા જી.દાહોદ વાળી) મળી આવતા અસ્થિર મગજની હોવાથી આજથી વીસેક દિવસ પહેલા પોતાના વતનમાં કોઇને કહ્યા વગર નીકળી ગયેલ હતી.
જેથી તેના પિતાનો સંપર્ક કરીને તેના પિતા શંકરભાઇ મથુરભાઇ બજાણને પોલીસ સ્ટેશન બોલાવી તેના પિતાને સગીરાને પરત સોંપી ખોવાઇ ગયેલ સગીરાને તેના પરીવાર સાથે પુન;સંપર્ક કરાવી માનવીય અભીગમ દાખવી માળીયા મીયાણા પોલીસ સ્ટેશન કાર્ય કરેલ છે. આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ. એન.એચ.ચુડાસમા, પો.હેડ.કોન્સ કીપાલસિંહ ચાવડા તથા પો.હેડ.કોન્સ ગીરીશભાઇ મારૂણીયા, પો.કોન્સ રાહુલભાઇ ડાંગર, મુકેશભાઇ વાસાણી, કીશોરભાઇ ધૈયા, મોસીનભાઇ સીદી જોડાયા હતા.