હળવદ તાલુકાના નવા ધનાળા અને મયુરનગર ગામની સીમમાં વાડી ધરાવતા ફરિયાદી ઘનશ્યામભાઈ મનજીભાઈ કણઝારીયાએ તેમના તેમજ તેમના કૌટુંબિક ભાઈ એવા આરોપી ઈશ્વરભાઈ ડાયાભાઇ કણઝારીયાના ખેતર વચ્ચે પાણી ન ભરાઈ તે માટે હળથી જમીનમાં લીટો પાડતા આરોપી કૌટુંબિક ભાઈ ઈશ્વરભાઈએ હળથી લીટો કેમ પાડ્યો કહી લાકડાનો ધોકો ફટકારી જાનથી મારી નાખવા ધમકી આપતા બનાવ અંગે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.