ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતા ખેડૂત રમેશભાઈ રૂગનાથભાઈ વામજા જેવો ને સંતાનમાં એક દીકરો દીકરી છે. તેમા દીકરો વામજા અર્મી રમેશભાઈ નાનપણથી જ હોશિયાર હતો નાનપણથી તેના પિતાનું પણ એક સ્વપ્ન હતું મારો દીકરો ડોક્ટર બને તે માટે પિતા રમેશભાઈએ અને માતા ચંદ્રિકાબેને ખુબ મહેનત કરી અને દીકરા અર્મી પણ પિતા અને માતાની મહેનત જોય તેને પણ મહેનતમા કચાસ ન રાખી આખરે ખેડૂત પરિવારનું સ્વપ્ન સાકાર થયું અને ભુજ ખાતે આવેલી મેડિકલ કોલેજ ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડીકલ સાયન્સિસ ભુજમાંથી MBBS પૂર્ણ કરતા એક ખેડૂત પરિવારમાં ખુશી નું મોજુ ફરી વળ્યુ સગા સંબંધી પરિવાર સમાજ ગામલોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે.
