એગ્રી પ્રિ -વાઇબ્રન્ટ ગુજરાત ઇવેન્ટ -૨૦૨૧ અંતર્ગત નેશનલ લેવલ ની નેચરલ ફાર્મીંગ સેમીનાર કાર્યક્રમનું અમુલ ડેરી આણંદ ખાતેથી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ચુલય શુભારંભ થયો હતો. જેના ભાગ રૂપે મોરબી જિલ્લા ના માળિયા(મીં) તાલુકા ખાતે પંચવટી ખીરઇ ગામે તાલુકા કક્ષાનું લાઇવ પ્રસારણ નિહાળ્યું હતું.
આ પ્રસંગે મણિલાલ સરડવા પ્રમુખ માળિયા, નિલેશ સંઘાણી કિસાન સંઘ પ્રમુખ, મનીષ કાંજીયા તાલુકા મહામંત્રી, અર્જન હુંબલ મહામંત્રી, જગદીશ આદ્રોજા ઉપપમુખ, હિતેશ દસાડીયા યુવા ભાજપ પ્રમુખ માળીયા મી તેમજ માળિયા તાલુકા ભાજપના આગેવાનો, પદાધિકારીઓ તથા અધિકારીઓ હાજર રહ્યા હતા.