Sunday, May 4, 2025

ખાતરનો ભાવ વધારો ખેડૂતોના મૃત્ય ઘંટ સમાન સાબિત થશે: કાંતિલાલ બાવરવા

Advertisement
Advertisement
Advertisement

મોરબી : હાલમાં ખેડૂતો દ્વારા વપરાશમાં લેવામાં આવતા વપરાતા ખાતરના ભાવોમાં કમરતોળ વધારો કરવામાં આવ્યો છે ત્યારે આ ભાવ વધારો પાછો ખેંચવા ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહીત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે.

તેમણે લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, હાલમાં ખેડૂતો પહેલા અનાવૃષ્ટિ અને પછી અતિવૃષ્ટિનો ભોગ બનેલ છે. સરકાર તરફથી ખેડૂતોને યોગ્ય વળતર ચુકવવામાં આવેલ નથી અને ઉપરથી ખેડૂતોને જાણે કે મરવા માટે મજબુર કરવા હોય તેવી રીતે ખાતરના ભાવમાં વધારો કરવામાં આવેલ છે. આ ખાતરનો ભાવ વધારો ખેડૂતોના મૃત્ય ઘંટ સમાન સાબિત થશે. ખેડૂતો એક તો હેરાન છે, ઉપરથી આ વધારો ખેડૂતોને વધારે પરેશાન કરનાર સાબિત થશે. ખેડૂતો પાયમાલ થઇ જશે અને સામાન્ય નાગરીકોને પણ અનાજ, શાકભાજી વગેરેમાં ભાવ વધારાનો સામનો કરવો પડશે. એક તો સામાન્ય લોકો પેટ્રોલ, ડીઝલ, અને ગેસના ભાવવધારા થી પરેશાન છે અને હવે અનાજ તેમજ શાકભાજીના ભાવ વધારાનો ભોગ બનશે. આમ તો ચોમેર મોંઘવારીએ માજા મૂકી છે, ગરીબ તેમજ સામાન્ય લોકોને જીવન નિર્વાહ કરવું કથીત બની ગયું છે તેવામાં આ વધારો યોગ્ય નથી જેથી આ ખાતરનો ભાવવધારો પાછો ખેચવા માંગ કરી છે. આ ઉપરાંત, ભાવ વધારો પાછો ખેંચવામાં નહીં આવે તો ખેડૂતોને સાથે રાખીને નાછુટકે જનઆંદોલનો કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Related Articles

Total Website visit

1,502,730

TRENDING NOW