કળા કરતો મોર જોવો એ પણ એક લ્હાવો છે ભાગ્યે જ જોવા મળતુ દ્રશ્ય જડેશ્વર મહાદેવ મંદિરે દર્શને આવતા ભક્તોનુ ભવ્ય સ્વાગત કરતો હોય તેવુ રાષ્ટ્રીય પક્ષી મોર થનગનાટ કરતો કેમેરે કેદ
માળીયામિંયાણાના ખાખરેચી જડેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં કુદરતી સૌંદર્ય વચ્ચે પહેલા વરસાદથી ખુશ મિજાજમાં શિવ લહેરી કે દરબાર મે મોર બની થનગનાટ કરતો મોર જાણે દર્શન માટે આવતા ભક્તોનુ ભવ્ય સ્વાગત કરતો હોય તેવુ દ્રશ્ય જોવા મળ્યુ હતુ ભાગ્યે જ જોવા મળતુ દ્રશ્ય કેમેરા કેદ થયુ હતું.
જેમા ખાખરેચી તળાવના કાંઠે બિરાજમાન પૌરાણિક જડેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં કુદરતી સૌંદર્ય વચ્ચે કે જ્યાં મનને શાંતિ મળે તેવા પ્રાકૃતિક વાતાવરણમાં પક્ષીઓના કીલકીલાટ અને પ્રકૃતિ અને સંસ્કૃતિના દર્શન થતા હોય તેવા ખાખરેચી ગામના મુગુટ સમાન જડેશ્વર દાદાના મંદિરના ગેટ પાસે જાણે ભગવાન ભોળાનાથની આજ્ઞાનુ પાલન કરતો હોય તેમ મોર મંદીરે આવતા શિવભક્તોનુ ભવ્ય સ્વાગત કરતો હોય તેવુ ગેટ પાસે અદ્ભુત નિત્ય કરી પિંછા ફેલાવી પુજા કરતો કેમેરામાં કેદ થયો હતો ઘેર બેઠા મોરના ટહુકા તો સાંભળવા મળતા હશે પરંતુ મોરની કળા નિત્ય જોવુ એક લ્હાવો છે કારણ કે શહેરમાં મોરને જોવો કે એના ટહુકાને સાંભળવા દુર્લભ છે જે ગામડામાં જોવા મળે છે.
શહેરની આધુનીક જીવનશૈલીને ગામડાની સંસ્કૃતિથી ભરપુર જીવનશૈલી ઝાંખી પાડી દે છે કારણ કે શહેરમાં બાળકને મોર જોવો હોય તો મોબાઈલમાં બતાવવો પડે અથવા તો કોઈ સુંદરવનમાં જવુ પડે છે ત્યારે ખાખરેચી જડેશ્વર મહાદેવ મંદિરની આસપાસ કુદરતના ખોળે રમતા ટહુકા કરતા મોર પહેલા વરસાદથી ખુશ મુંદ્રામાં મોર થનગનાટ કરી પોતાની કલાને જીવંત રાખવા માટે નિત્યકમ મુજબ પિંછા ફેલાવી પુજા કરતો હોય છે જે ભાગ્યે જ જોવા મળતો નજારો કેમેરે કેદ થયો હતો ખાખરેચી ગામના સેવાભાવી લોકો દ્વારા જડેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં અનેક વૃક્ષો વાવી નંદનવન બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે જે મંદિર સહીત આસપાસના વિસ્તારનો નજારો કુદરતી સૌંદર્યથી ભરપુર છે જે દુર દુરથી દર્શને આવતા લોકોને ભારે આકર્ષિત કરે છે