ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહની હરિયાણામાં પોતાના સાથી ક્રિકેટર માટે અપમાનજનક શબ્દો વાપરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. દિગ્ગજ ડાબોડી ભારતીય ક્રિકેટર યુવરાજની શનિવારે 16 ઓક્ટોબરે હરિયાણાના હિસાર જિલ્લાના હાંસી ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજ પર અનુ.જાતિ વિરૂધ અપમાનજનક ટીપ્પણી કરવાનો આરોપ છે. જેની ફરિયાદ ગયા વર્ષે કરવામાં આવી હતી. આ પછી, એસસી-એસટી એક્ટના કેસમાં તેમની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. હવે રવિવારે તેની આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે, તેને તરત જ જામીન પણ મળી ગયા હતા.
યુવરાજસિંહ ગયા વર્ષે તેમની એક અજાણતા ટિપ્પણીને કારણે મુશ્કેલીમા પડ્યો હતો. 2020માં લોકડાઉન દરમિયાન અન્ય ઘણા ખેલાડીઓની જેમ, યુવરાજસિંહ પણ તેના સાથી ખેલાડીઓ સાથે ઇન્સ્ટાગ્રામ લાઇવ પર વાત કરી રહ્યો હતો અને ચાહકોનું મનોરંજન કરી રહ્યો હતો. તેણે ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા સાથે આવી જ એક લાઇવ ચેટ કરી હતી. આ લાઇવ ચેટ દરમિયાન યુવરાજે અનુ.જાતિઓ પ્રત્યે ભારતીય ટીમના સ્પિનર યુઝવેન્દ્ર ચહલ પર અપમાનજનક શબ્દનો ઉપયોગ કર્યો હતો.
યુવરાજસિંહના નિવેદન બાદ વિવાદ જોવા મળ્યો હતો. સોશિયલ મીડિયા પર તેની વિરુદ્ધ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. બીજી બાજુ, સોશિયલ મીડિયા સિવાય, હરિયાણાના હિસાર જિલ્લાના હંસીના વકીલ રજત કલસે યુવરાજસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, યુવરાજ સામે SC-ST એક્ટની કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી હતી. આ વકિલ છેલ્લા વર્ષથી યુવરાજની ધરપકડ કરવાની માંગ કરી રહ્યા હતા.
2019 માં આ કેસમાં થોડા સમય પહેલા યુવરાજે ધરપકડ ટાળવા માટે પંજાબ-હરિયાણા હાઇકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, જે કોર્ટે સ્વીકારી લીધી હતી. આ કારણે, યુવરાજે હાંસી પોલીસ સ્ટેશનમાં ધરપકડ આપી, જ્યાં તેની ફરીથી થોડા સમય માટે પૂછપરછ કરવામાં આવી હતી. આ પછી, કોર્ટના આદેશને અનુસરીને, પોલીસે પચારિકતાઓ પૂર્ણ કરીને યુવરાજને જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.





