Friday, June 26, 2026

ક્રાંતિકારી સેના મોરબી દ્વારા તિરંગા પતંગ પર પ્રતિબંધ મૂકવા માંગ કરી

Advertisement
Advertisement
Advertisement

ક્રાંતિકારી સેના મોરબી દ્વારા તિરંગા પતંગ પર પ્રતિબંધ મૂકવા માંગ કરી

તિરંગા પતંગ સાથે હિંદુ દેવી-દેવતાઓની ફોટા વાળી પતંગ પણ બનાવા પર પ્રતિબંધ મુકવા ક્રાંતિકારી સેના દ્વારા કરવામાં આવી

મોરબી આજરોજ ક્રાંતિકારી સેના દ્વારા મોરબી જિલ્લા કલેકટરશ્રી, મોરબી એસ.પી સાહેબ શ્રી, મોરબી નગરપાલિકા ચિફ ઓફિસર આવેદન આપવામાં આવ્યું આવેદનમાં જણાવવામાં આવ્યું છે કે દર વર્ષે ઉત્તરાયણ પર પતંગ મહોત્સવને માણવા માટે લોકો રંગબેરંગી પતંગોની ખરીદી કરી આકાશમાં ઉડાડતા હોય છે. ત્યારે ઘણી બધી પતંગો કટ થવાથી આ પતંગો ગંદકી વાળી જગ્યાઓ પર તેમજ અન્ય ખુલ્લેઆમ નીચે પડેલી હોય છે. ગત વર્ષથી પતંગોની અંદર ભારત દેશનાં તિરંગા કલર વાળી પતંગો માર્કેટમાં મળેલ. જેમાં અશોક ચક્રનો પણ સમાવેશ કરવામાં આવે છે. જેથી એવી પતંગે ખરેખર આપણા દેશનાં તિરંગાનુ સ્વરૂપ લઈ લીધેલ કહેવાય. ગત વર્ષે ક્રાંતિકારી સેના દ્વારા આનો વિરોધ કરેલ ત્યારે સમજદાર અધિકારીઓ તેમજ દુકાનદારોએ ઘણો સહયોગ આપેલ, પરંતુ ખરેખર આવી પતંગોનું નિર્માણ ન થાય એ ખૂબ જરૂરી છે. ગત વર્ષે જ્યારે રજુઆત કરવામાં આવેલ ત્યારે લોકોએ તેમજ દુકાનદારોએ અમોને સૂચન કરેલ કે આવી પતંગો પર પ્રતિબંધ માટે આપ માંગણી કરો. તેથી અમો આજે ઉતરાયણ મહોત્સવનાં બે થી ત્રણ માસ પૂર્વે આ માંગણી કરી રહ્યા છીએ કે દેશનાં રાષ્ટ્રધ્વજ તેમજ હિન્દુ દેવી-દેવતાઓનાં અપમાન ન થાય તે માટે આવી પતંગો બનાવવા પર સરકાર શ્રી દ્વારા સંપૂર્ણ પ્રતિબંધ લાદવો જોઈએ. જેથી આપશ્રીને નમ્ર વિનંતી છે કે રાષ્ટ્રહિત માટે તિરંગા પતંગ તેમજ હિન્દુ દેવી-દેવતાઓનાં ફોટાવાળી પતંગ પર પ્રતિબંધ મૂકો, જેથી કરીને રાષ્ટ્રીય ભાવના અને હિન્દુ ધર્મનું અપમાન ન થાય.

Related Articles

Total Website visit

1,609,396

TRENDING NOW