Monday, May 5, 2025

ક્યારે ભણશે ગુજરાત: હળવદની શાળામાં ધોરણ 1 થી 5 માં 138 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 1 જ શિક્ષક..

Advertisement
Advertisement
Advertisement

(અહેવાલ: ભવિષ જોષી હળવદ)

હળવદ શહેરના પછાત વિસ્તારમાં આવેલી શાળા નં-૮ માં ધોરણ ૧ થી ૫ માં ૧૩૮ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.કોરોના કાળ બાદ માંડ ચાલુ થયેલી આ શાળામાં બે શિક્ષકો ફરજ બજાવતા હતા પણ ખુદ શિક્ષણ વિભાગે જ એક શિક્ષકને વહીવટી કામે મૂકી દેતા હાલ આ શાળામાં ૧૩૮ વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક રહ્યા છે ત્યારે હળવદની આ શાળા માં ભણતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે.

કહેવાય છે કે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય શિક્ષકોના હાથમાં હોય છે પરંતુ આ શાળા માં કોઈ શિક્ષક જ ન હોય તો ભવિષ્ય શુ હોય, આ શાળા માં કુલ ૩ શિક્ષકો નું મહેકમ છે..જેમાં એક મહિલા શિક્ષક લાંબી રજા પર જતા..બે શિક્ષકો વચ્ચે કામ ચાલતું પરંતુ બે શિક્ષકોમાંથી પણ એક ને વહીવટી કામગીરી માં મૂકાતા હાલ ૧ શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને ભણવામાં આવે છે. અને આ સમસ્યાનો શિકાર ખુદ વિદ્યાર્થીઓ બની રહ્યા છે. હાલ આ શાળામાં શિક્ષકોની ભરતી કરવામાં આવે એવી લોક માંગણી છે

Related Articles

Total Website visit

1,502,764

TRENDING NOW