Tuesday, March 10, 2026

કોરોના મહામારી છતાં સમગ્ર દેશમાં એકસપોર્ટમાં ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું

Advertisement
Advertisement
Advertisement

મોરબી: કોરોના મહામારી છતાં વર્ષ ૨૦૨૦-૨૧ ના નાણાકીય વર્ષમાં સમગ્ર દેશમાં એક્સપોર્ટમાં ગુજરાત નંબર 1 રહ્યું છે. અને ૨૦.૮૩ ટકાના એક્સપોર્ટ સાથે ગુજરાતે ગત નાણાકીય વર્ષમાં સૌથી વધુ એક્સપોર્ટ કર્યું છે. ગુજરાતને દેશમાં રોલ મોડેલ તરીકે રજુ કરવામાં આવે છે અને ગુજરાત ખરેખર રોલ મોડેલ છે. તે એકસપોર્ટના આંકડા પરથી સિદ્ધ થાય છે. નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ ના વર્ષમાં સમગ્ર દેશમાં એક્સપોર્ટ કરવામાં ગુજરાત પ્રથમ ક્રમે રહ્યું છે.

કોરોના મહામારી છતાં ગુજરાતનું એક્સપોર્ટ ૨૦.૮૩ ટકાના હિસ્સા સાથે પ્રથમ ક્રમે રહ્યું છે અને બાદમાં બીજા ક્રમે ૨૦.૦૬ ટકા હિસ્સા સાથે મહારાષ્ટ્ર જોવા મળે છે. ત્યારબાદ ત્રીજા ક્રમે તમિલનાડુ, ચોથા ક્રમે ઉતરપ્રદેશ અને પાંચમાં ક્રમે કર્ણાટક જોવા મળે છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ મોટાપાયે એક્સપોર્ટ કરે છે. અને ગુજરાતના એક્સપોર્ટના હિસ્સામાં મોરબીના સિરામિક ઉદ્યોગનો પણ મોટો હિસ્સો છે. ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગે સમગ્ર દેશમાં ગુજરાતને પ્રથમ ક્રમે પહોંચાડવામાં મોટું યોગદાન આપ્યું હોય અને મોરબીનું ગૌરવ સમગ્ર દેશમાં વધાર્યું છે.

Related Articles

Total Website visit

1,595,233

TRENDING NOW