Sunday, May 4, 2025

કોરોના દરમિયાન અનાથ થયેલ બાળકોના અધિકારોના રક્ષણ માટે સરકારની પહેલ

Advertisement
Advertisement
Advertisement

• બાળકોના હિતોનું રક્ષણ કરી પુનઃસ્થાપન કરવા સંબંધિત તમામ વિભાગોને કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટર દ્વારા સુચના અપાઇ

માતા-પિતા અથવા કોઈ એકનું અવસાન થયેલ બાળકોના શિક્ષણ, માનસીક સ્વાસ્થ્ય, રહેઠાણ, પુનઃસ્થાપન, છાત્રાલયમાં પ્રવેશ સહિતની ખાસ વ્યવસ્થા પર ભાર

મોરબી: કોરોના વાયરસ (કોવીડ-૧૯) સંક્રમણના કારણે જે બાળકોના માતા-પિતા અથવા કોઈ એકનું અવસાન થયેલ હોય તેવા ૦ થી ૧૮ વર્ષના બાળકોની કાળજી, સુરક્ષા અને સ્વાસ્થ્યના હિતને ધ્યાને લઈ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના સીધા નેતૃત્વ અંતર્ગત જિલ્લા કલેક્ટરશ્રીઓને સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ હેઠળ બાળકોના હિતોનું રક્ષણ કરી પુનઃસ્થાપન કરવાની કામગીરી અંગે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. કોરોના સંક્રમણના કારણે જે બાળકોના માતા-પિતા અથવા કોઇ એકનું અવસાન થયું હોય તેવા બાળકોની વિશેષ ચિંતા કરવામાં આવી રહી છે. આ માટે મોરબી જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા વિવિધ સંબંધિત વિભાગોને બાળકોના હિતોનું રક્ષણ કરવા માટે ખાસ સુચનાઓ આપી છે.

જુવેનાઈલ જસ્ટીસ એક્ટ -૨૦૧૫ અનુસાર કાળજી અને રક્ષણની જરૂરિયાત ધરાવતા બાળકોનું શોષણ, દુરુપયોગ, તસ્કરીથી રક્ષણ આપી શકાય તે માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત અનાથ અથવા એકવાલી વાળા બાળકોને RTE act-2009 તથા સબંધિત જોગવાઈ મુજબ ખાનગી, સરકારી કે અન્ય વૈકલ્પિક સંસ્થાઓમાં શિક્ષણમાં સક્રિય રીતે જોડી રાખવા સંકલન અને કાર્યવાહી કરવા જિલ્લા શિક્ષણાધિકારીને કાર્યવાહી કરવા સુચના આપવામાં આવી છે.

બાળકોના વાલી/પાલક માતા-પિતાની આવશ્યકતા અનુસાર નિમણૂંક કરવા સેક્રેટરી ડિસ્ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરિટીને તેમજ કોવીડ-૧૯થી અનાથ કે એક વાલીનું મુત્યુ થયું હોય તેવા બાળકોની વિગતો એકત્રિત કરવા પ્રોગ્રામ ઓફિસર સંકલિત બાળ વિકાસ વિભાગને કાર્યવાહી કરવા સુચનાઓ આપી દેવામાં આવી છે.

ઉપરાંત કોવીડ-૧૯ના સંક્રમણથી હોસ્પિટલમાં દાખલ હોય અને બાળકના નજીકના સગાસંબંધી રાખી શકે તેમ ના હોય તે બાળકોને બાળ સંભાળ ગૃહ ખાતે રહેઠાણની વ્યવસ્થા કરવા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને આ અંગે કાર્યવાહી કરવા ઉપરાંત જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીને આવા બાળકોને નિવાસી શાળા, છાત્રાલયમાં નિયમો મુજબ પ્રવેશ અપાવવા તેમજ NCPCR બાળ સ્વરાજ પોર્ટલ બાળકોની નોંધણી કરવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રીને કાર્યવાહી કરી સમગ્ર કામગીરીનું સંકલન કરવા સુચના જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ દ્વારા સુચના આપવામાં આવી છે.

Related Articles

Total Website visit

1,502,736

TRENDING NOW