મોરબી માળીયા (મીં)ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ મોરબી પંથકની જે તે વખતની કોરોના મહામારી વખતે દર્દીઓને ઉપયોગી થવાય તે હેતુસર ૨૫ લાખની પોતાની ગ્રાન્ટ તા ૮.૪.૨૦૨૧ ના ફાળવેલી હતી ત્યાર બાદ વધુ ૨૫ લાખ તા ૧૩.૫.૨૦૨૧ ફાળવ્યા હતા હવે કોરોનાનું સંક્રમણ ધટી ગયું છે પરંતુ ન કરે નારાયણ અને જો કોરોનાની ત્રીજી લહેર આવે તો તેને પંહોચી વળવા અને તેમાં પણ ખાસ કરીને બાળકો કોરોના સંક્રમણનો વધુ ભોગ બનશે એવી દહેશત સેવાઈ રહી છે આ બધી સ્થિતિ જોતાં ધારાસભ્યએ પોતાની ગ્રાન્ટમાંથી બાકી રહેતી એક કરોડની ગ્રાન્ટ પણ આરોગ્ય હેતુ માટે કલેક્ટરને હવાલે મૂકી છે જેમાથી મોરબી સિવિલ હોસ્પીટલ માટે ખાસ આઈ.સી.યુ ઓન વ્હીલ એબ્યુલન્સ પણ ખરીદાશે જેથી ગંભીર દર્દીઓને રાજકોટ, જામનગર કે અમદાવાદ રિફર કરવાના થાય છે ત્યારે આવી ઓકિસજન અને આઈ.સી.યુ.ની સુવિધા સાથેની એબ્યુલન્સની મોરબીના દર્દીઓના હિતમાં ખાસ જરૂર જણાતા ગ્રાન્ટ ફાળવી છે .
તેમજ મોરબી સિવિલ હોસ્પીટલમાં બાળકો માટે પાંચ વેન્ટિલેટર, લિક્વિડ ઓકિસજન ટેન્ક, ફ્યુરા ઓકિસજન સિલિન્ડર (લિક્વિડ ઓકિસજન સિલિન્ડર) ૧૦ નંગ, જમ્બો ડી ટાઈપ ઓકિસજન સિલિન્ડર નંગ ૧૦૦ પણ આ ગ્રાન્ટમાંથી લેવામાં આવશે . વધુમાં મોરબી માળીયા (મીં)ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ઓકિસજન કન્સેનટ્રેટર, જેતપર – મચ્છુ સામૂહિક આરોગ્ય કેન્દ્ર માટે એબ્યુલન્સ તેમજ માળીયા ભીં ) ખાતે ઓકિસજન પ્લાન્ટ, માળીયા ( મીં ) હોસ્પિટલ માટે એબ્યુલન્સ તેમજ મોરબી ખાતે આવેલ સરકારી હોસ્પિટલ, માળીયા ખાતેની સરકારી હોસ્પિટલ, જેતપર – મચ્છુ ખાતેનું સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ મોરબી તાલુકાનાં ભરતનગર અને રંગપર તેમજ માળીયા ( મીં ) તાલુકાનાં વાવાણિયા , સરવડ , ખાખરેચી આરોગ્ય પ્રાથમિક કેન્દ્રોમાં પણ આવા સિલિન્ડરો, મિનિ એબ્યુલન્સ કે અન્ય આરોગ્ય આનુસાંગિક સેવાઓ માટે આ ગ્રાન્ટ ફાળવી છે . આમ , મોરબી – માળીયા ( મીં ) વિસ્તારનો આરોગ્યપ્રદ સેવાના હેતુ માટે ધારાસભ્યશ્રી બ્રિજેશ મેરજાએ પોતાની ધારાસભ્ય તરીકેની અત્યાર સુધીમાં કુલ દોઢ કરોડની સંપૂર્ણ ગ્રાન્ટ ફાળવી છે . તેમજ આ ગ્રાન્ટનો સમયસર ઉપયોગ થાય તે જોવા પણ કલેક્ટરને તાકીદ કરી છે