(અહેવાલ: જયેશ બોખાણી)
• કોડીનારના આલીદર ગામના અઢી મહિનાના વિવાન વાઢેરને 16 કરોડના ઇન્જેક્શનની આવશ્યકતા, પરિવારે મદદ માટે હાથ લંબાવ્યો
• ફુલ નહીં તો ફુલની પાંખડી આપી મદદ કરવા વોઈસ ઓફ મોરબીની અપિલ
જુનાગઢ: તાજેતરમાં જ ગુજરાતના મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના કાનેસર ગામમાં મધ્યમવર્ગીય પરિવારનું બાળક ધૈર્યરાજસિંહને સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી ફેક્ટ શીટ-1 (એસએમએ-1) નામની દુર્લભ બીમારી હતી. જેથી પરિવારે મદદ માટે અપિલ કરી હતી. અને દુનિયાભરના લોકોએ અને સરકાર એ મદદ કરતા તેમને 16 કરોડની કિંમતનું ઇન્જેક્શન મુંબઈની હિન્દુજા હોસ્પીટલમાં આપવામાં આવતા તે બિલકુલ સ્વસ્થ થઈ ગયો છે. ત્યારે ગુજરાતમાં વધુ એક બાળક ધૈર્યરાજ જેવી બિમારીથી પીડાઈ રહ્યો છે. અને જો તેને આ ઈન્જેક્શન નહિ મળે તો તેના જીવને પણ જોખમ છે.
ત્યારે વધુ એક ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલીદર ગામના રહેવાસી અશોકભાઈ સમાતભાઈ વાઢેરના એકના એક અઢી માસનો પુત્ર વિવાનને પણ ધૈર્યરાજ જેવી ભાગ્યે જ બાળકોમાં જોવા મળતી સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી (SMA) નામની ગંભીર બિમારી થય છે. આ બિમારીની સારવાર માટે જરૂરી ઇન્જેક્શન વિદેશથી મંગાવવું પડે એવી સ્થિતિ હોવાથી આશરે 16 કરોડની કિંમતનું ઇન્જેક્શન મંગાવવાની વાત આવતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. કચ્છમાં ખાનગી કંપનીમાં નોકરી કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવતા અશોકભાઈ વાઢેર પોતાના એકના એક પુત્રની સારવારના ખર્ચેને લઈ ચિંતિત બન્યા છે.
આ તકે અશોકભાઇ વાઢેરે જણાવ્યું હતું કે, વિવાનને થોડા સમય પહેલા બીમાર પડ્યો હતો અને તેને શ્વાસ લેવામાં તકલીફ થતાં તેને જુનાગઢ ખાતે હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાંથી તેના રિપોર્ટ ચેન્નઈ મોકલાયા હતા. અને બાદમાં માલુમ પડ્યું હતું કે, વિવાન સ્પાઇન મસ્ક્યુલર એટ્રોફી (SMA) નામની બીમારીથી પીડાઈ રહ્યો છે. ત્યારે વિવાનને બચાવવા માટે તેમના પિતા અશોકભાઈ વાઢેરે સામાજીક સંસ્થાઓ, લોકો અને સરકાર પાસે મદદ માંગી છે.
મદદ માટે ખાતા નં.70070171751421
IFSC code : YESB0CMSNOC
UPI ID: Supportvivan8@yesbankltd
વિવાનના પિતા અશોકભાઈ વાઢેર મો.9824610258
