Friday, May 2, 2025

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે પ્રાકૃતિક ખેતી અંગેના સેમિનારનું આયોજન કરાયું

Advertisement
Advertisement
Advertisement

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે પ્રાકૃતિક ખેતી અંગેના સેમિનારનું આયોજન કરાયું

તજજ્ઞો દ્વારા પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદાઓ વિશે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું

મોરબી: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબી ખાતે ગત બુધવારે પ્રાકૃતિક ખેતી અંગેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં સુરેન્દ્રનગર પ્રોજેક્ટ ડાયરેક્ટર(આત્મા) બી. એ. પટેલે પ્રાકૃતિક ખેતી આ સમય માં શા માટે જરૂરી છે અને પ્રાકૃતિક ખેતી કરવાથી ખેડૂતનો ખર્ચ કઈ રીતે ઘટે તે અંગેની વિસ્તૃત માહિતી આપી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મોરબીના વડા ડો. જીવાનીએ રાસાયણિક ખેતીની પર્યાવરણ પર થતી આડ અસર વિશે માહિતી આપી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મોરબીના વૈજ્ઞાનિક ડી.એ. સરડવાએ પ્રાકૃતિક ખેતીમાં રોગ-જીવાત નિયંત્રણ વિશે માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રાકૃતિક ખેતી અંગેના સેમિનારનું સફળ સંચાલન કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, મોરબીના ડૉ.વડારિયા, ગમનસિંહ ઝાલા અને નિલેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આભાર વિધી ગોધાની દ્વારા કરવામાં આવી હતી.

Related Articles

Total Website visit

1,502,697

TRENDING NOW