કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગીર સોમનાથ ખાતે પાંચ દિવસીય પ્રાકૃતિક ખેતીની તાલીમનો શુભારંભ
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર અને આત્મા પ્રોજેક્ટ, ગીર સોમનાથ દ્વારા નેશનલ મિશન ઓન નેચરલ ફાર્મિંગ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લાના જુદાજુદા કલસ્ટરમાં પસંદગી પામેલ કૃષિ સખી અને કલસ્ટર રીસોર્સ પર્સન માટે પાંચ દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવેલ છે એમના ઉદ્દઘાટન સમારોહનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે સ્કોડન લીડર-શ્રી સંજય વશિષ્ઠ સાહેબ, સીએમઓ,અંબુજા સીમેંટ લી. અંબુજાનગર ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન આપ્યું હતું. સાથે સાથે શ્રી દેવેન્દ્ર ચૌધરી, હેડ,એનવાયરમેન્ટ,
અંબુજા સીમેંટ લી.અંબુજાનગર, શ્રી દલસુખ વઘાસીયા, રિજનલ પ્રોગ્રામ ડાયરેક્ટર, અંબુજા ફાઉંડેશન,
ડો.પુષ્પકાંત સુવર્ણકાર સાહેબ, પ્રોજેકટ ડાયરેક્ટર આત્મા,ગીર સોમનાથ અને શ્રી જીતેન્દ્રસિંહ, વરિષ્ઠ વૈજ્ઞાનિક & વડા, કેવીકે, અંબુજાનગર ઉપસ્થિત રહ્યા હતા અને પ્રસંગોચીત ઉદબોધન કર્યું હતું. આ કાર્યક્રમની આભાર વિધિ શ્રી સતિષ હડિયલ, વિષય નિષ્ણાંત,જમીન વિજ્ઞાન દ્વારા કરવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી રમેશ રાઠોડ, વિષય નિષ્ણાંત, પાક સંરક્ષણ દ્વારા કરવામાં આવ્યું હતું. આ તાલીમમાં 40 થી વધારે તાલીમાર્થીઓ જોડાયા હતા.





