કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડિનારની મુલાકાતે સીઆઇએફટી, આઇસીએઆરના વૈજ્ઞાનિકો
સીઆઇએફટી,આઇસીએઆર,વેરાવળની ટીમે કેવિકે, ગીર સોમનાથની નિરીક્ષણ હેતુ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ડૉ. આશિષકુમાર ઝા સિનિયર વૈજ્ઞાનિક અને ઈન્ચાર્જ, સીઆઈએફટી, વેરાવળ અને ડૉ. ચિન્નાદુરાઈ એસ., વૈજ્ઞાનિક, સીઆઈએફટી, વેરાવળ મુખ્ય નિરીક્ષક હતા.શ્રી જીતેન્દ્રસિંહ,વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાએ, કેવિકે ટીમ દ્વારા કરવામાં આવેલ પ્રવૃત્તિઓ પ્રસ્તુત કરી હતી. અતિથિએ કેવિકે ટીમ સાથે વાર્તાલાપ પણ કર્યો અને કેવિકેના વિવિધ પ્રકારના ડેમો યુનિટ રેડિયો સ્ટેશન, માટી પરીક્ષણ લેબ, હોમ સાયન્સ લેબ, પ્રાકૃતિક ખેતી એકમ, પાક કાફેટેરિયા, એઝોલા યુનિટ, વર્મીકમ્પોસ્ટ યુનિટ, આઇએફએસ પોલ્ટ્રી કમ ફિશ યુનિટ અને એફપીઓની મુલાકાત લીધી હતી. ફિલ્ડ વિઝિટ દરમિયાન તેઓએ શ્રી રામસિંહભાઈ ડોડિયા,પાંચ પીપળવા મરીન વોટર બાયો ફ્લોક ઝીંગા ઉછેરના ક્ષેત્રની મુલાકાત લીધી, કંટાળા ગામ ખાતે શ્રી રામભાઇ રામની વાડિયે ખેડૂતો સાથે કિસાન ગોસ્થીમાં કેવિકે દ્વારા કરવામા આવતી પ્રવૃત્તિઓ વિષે વાતચીત કરી અને સીએફએલડીના મગફળીના પ્લોટની મુલાકાત કરી તથા અરણેજ ખાતે સીએફએલડીના સોયાબીનના પ્લોટની મુલાકાત કરી, ત્યારબાદ તેઓએ ટોબરા ગામની મહિલાઓ સાથે શ્રીમતિ ક્રિષ્નાબેનના ઘરે ખેત મહિલાઓ સાથે કિસાન ગોસ્થીમાં વાર્તાલાપ કર્યો અને પ્રશંસા કરી હતી જેઓ નાના પાયાની પ્રવૃત્તિઓમાંથી આવક પેદા કરે છે, દિવસના અંતે તેઓએ વેરાવળ ખાતે શ્રી જેઠાભાઈ રામના મધુવન મધમાખી ફાર્મની મુલાકાત લીધી અને ચર્ચા કરી. આ બંને મુલાકાતીઓએ કેવિકે ટીમ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ જોઈને ખૂબ જ ખુશ થયા અને પ્રશંસા કરી હતી.