કુબેર સિનેમા પાછળથી દારૂની બોટલ સાથે એક ઝડપાયો.
મોરબીના કુબેર સિનેમા પાછળ વિદેશી દારૂની બોટલ સાથે એક શખ્સને પોલીસે પકડી પાડ્યો છે ત્યારે તેના વિરુદ્ધ પ્રોહિબિશન અન્વયે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના કુબેર સિનેમા પાછળ મફતીયાપરા પાણીના ટાંકાની બાજુમાં રહેતા આરોપી અજીતભાઈ બચુભાઈ બળોધારએ ગેરકાયદેસર રીતે વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨ ના મુદ્દામાલ સાથે મળી આવતા મોરબી સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.





