કુંતાસી હાઈસ્કુલમાં દાતાશ્રી દ્રારા યુનિફોર્મ અને ફુલસ્કેપ વિતરણ
આજરોજ કુંતાસીની મહર્ષિ દયાનંદ સરસ્વતી વિદ્યાલય હાઈસ્કુલમાં ધો 9 તથા 10 ના 56 વિદ્યાર્થીઓને યુનિફોર્મ તેમજ ફુલસ્કેપનું વિતરણ દાતા શ્રી હર્ષદભાઈ બાવરવા તથા તેમના ધર્મપત્ની(બરવાળા ના વતની અને હાલ મોરબી નિવાસી) દ્વારા કરવામાં આવ્યું. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી શ્રી મગનભાઈ અઘારા, ભરતભાઈ ભટાસણા, આચાર્યશ્રી શૈલેષભાઈ ગોરીયા તથા તમામ સ્ટાફગણ દ્વારા દાતાશ્રીઓ નું સન્માન કરવામાં આવ્યું.





