Sunday, May 4, 2025

મોરબી:કારકિર્દી અને રોજગારી માટે માર્ગદર્શન અંગે ઓનલાઈન વેબીનાર યોજાશે

Advertisement
Advertisement
Advertisement

મોરબી: હાલની પરિસ્થિતિને ધ્યાને રાખી રોજગાર ઇચ્છુક ઉમેદવારો રોજગાર મળી રહે તે માટે હાલ વિવિધ ક્ષેત્ર રોજગારીની સારી અને સ્વરોજગાર તકો મળી રહે છે તે માટે રોજગાર વિનિમય કચેરી દ્વારા અવાર નવાર વેબીનાર નું આયોજન કરવામાં આવે છે હાલ તા.૨૭/૦૭/૨૦૨૧ થી તા.૨૯/૦૭/૨૦૨૧ સુધી બપોરે ૧૨:00 કલાકે અલગ અલગ વિષય પર વિષયના નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન મળી રહે તે હેતુ થી વેબીનાર નું આયોજન કરવામાં આવેલ છે.

તા.૨૭/૦૭/૨૧ ના રોજ NULM અંતર્ગત થતી તાલીમ, રોજગાર, સ્વ-રોજગાર અને લોન અંગે સંપૂર્ણ માર્ગદર્શન https://meet.google.com/uui-dmsi-tqp લિન્ક પર અપાશે. તા.૨૮/૦૭/૨૧ ડિપ્લોમા એંજીનીયરીંગ કોર્ષ એડમિશન પ્રક્રિયા અને ટ્રેડ સંપૂર્ણ માહિતી લિન્ક પર https://meet.google.com/bqh-poqj-amm અપાશે. તેમજ તા.૨૯/૦૭/૨૧ લોન મેળવવા માટે તૈયારી જરૂરી ડૉક્યુમેન્ટ અને પ્રોસેસ માટે આ લિન્કનો https://meet.google.com/pyj-dhtt-dmm ઉપયોગ કરો.

ઉપર મુજબના કારકિર્દી અને રોજગારી માટે માર્ગદર્શન અંગે ઓનલાઈન વેબીનારમાં જોડાવા માટે google meet ના માધ્યમ થી આપેલી લિન્ક દ્વારા જોઇન્ટ થઈ શકાશે. Google Play Store માંથી google meet એપલીકેશન ડાઉનલોડ કરી શકાશે.

આ અંગે વધુ વિગત માટે જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, બીજો માળ- રૂમ નં. ૨૧૪ થી ૨૧૬, સો-ઓરડી મોરબી તેમજ રોજગાર સેતુ હેલ્પલાઇન નં.૬૩૫૭૩૯૦૩૯૦ પરથી મળી શકશે. તેમ જિલ્લા રોજગાર અધિકારી-મોરબીની યાદીમાં જણાવાયું છે

Related Articles

Total Website visit

1,502,730

TRENDING NOW