Saturday, March 7, 2026

કાંતિ અમૃતિયા નું રાજકારણ કુદરત ભરોશે, માંદગી ની ગેરહાજરી વચ્ચે રાજકીય ભરોસાની ભેંસ પાડો જણશે

Advertisement
Advertisement
Advertisement

કાંતિ અમૃતિયા નું રાજકારણ કુદરત ભરોશે, માંદગી ની ગેરહાજરી વચ્ચે રાજકીય ભરોસાની ભેંસ પાડો જણશે

ગુજરાત માં જ્યારે પણ કોઈ લોકો મોરબી ની ચર્ચા કરે એટલે કાંતિ અમૃતિયા ને યાદ કરે કારણ કે મોરબી માળિયા વિધાનસભા માં ૩૦ વર્ષ થી કાંતિ અમૃતિયા નો દબદબો છે અને લોક ચાહના છે ગુજરાત રાજકારણમા એક માત્ર નેતા છે જે મતદારો સાથે સીધો સંબંધ ધરાવે છે પરતુ હવે માંદગી અવસ્થામાં આ ખોટ કોણ પૂરી કરશે તે સૌથી મોટો પ્રશ્ન છે

ઘણા વર્ષોની રાજકીય તપસ્યા બાદ કાંતિ અમૃતિયા ને ગુજરાત સરકાર માં રાજ્ય કક્ષાનું મંત્રી પદ મળ્યું છે અને મંત્રી બનતા જ તેનો જોશો અને દબદબો વધી ગયો પરતુ કુદરતનું કરવું અને એક બીમારી ની આફત આવી ને ઊભી રહી ગઈ, હાલ મંત્રી કાંતિ અમૃતિયાનો કસોટીનો સમય છે એક તરફ સ્વાસ્થ્ય અને બીજી તરફ વિસ્તાર અને વિશ્વાસુ માણસો સાચવવા,

હમણાં થોડા દિવસ પહેલા કાંતિ અમૃતિયા કાર્યકતા નું અભિવાદન થી એક કાર્યકમ યોજ્યો હતો જેમાં વિસ્તારના સંગઠન ના લોકો અને સાધુ સંતો ની ઉપસ્થિત માં કાંતિ અમૃતિયા ના સ્વાથ્ય અને વિસ્તાર ના લોકો ના કામ અંગે ચર્ચા વિચારણા ના પ્રવચનો થયા, જેમાં લાખાભાઈ જારિયા એ જાહેર પ્રવચન માં જણાવ્યું કે તમે સારવાર માં ધ્યાન આપો અમે મોરબી સાંભળી લેશું,આ કાર્યક્રમ માં ટોચના નેતામાં જયંતી કાવડિયા એક જ ઉપસ્થિત હતા

પરંતુ વિશેષ અને નોધપાત્ર બાબત એ હતી કે આ કાર્યક્રમમાં ભાજપના પ્રમુખ જયંતિ રાજકોટિયા ગેરહાજર હતા એનું મુખ્ય કારણ મોરબી ભાજપની જૂથબંધી છે , આ કાર્યક્રમ પેહલા કાંતિભાઈ ના વિરોધી જૂથનો પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાથે મુલાકાત નો એક ફોટો બહુ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો , હાલ ભાજપનું જ એક જૂથ એકત્રિત થઈ મોરબી સર કરવા પ્રયત્નો કરી રહ્યું છે જે જૂથ સરકારી સિસ્ટમ ઉપર પકડ જમાવી રહ્યું છે અને ભ્રષ્ટ અધિકારીઓ પાસે પોતાના માણસો દ્વારા સબંધો કેળવી ચોક્કસ એજન્ડા પાર પાડી રહ્યા છે. હાલ કાંતિ અમૃતિયા વિસ્તારમાં તેની વિરોધી માનસિકતા વાળા અધિકારી મોરબી સાંભળી બેઠા છે જે ધીરે ધીરે મતદારોમાં અસંતોષના બીજ વાવી રહ્યાં છે અને સામેના જૂથની વાહવાહી અને માલ પણ મેળવી રહ્યા છે

કાંતિ અમૃતિયા પાસે હાલ એક જ વિશ્વાસુ વ્યક્તિ છે જે પી જેશવાની જે કાંતિભાઈના પી એ તરીકે સામન્ય કાગળોના કામ કરી શકે ,જે વિસ્તારમાં રાજકીય અસ્તિત્વ ટકાવી શકે નહીં , રાજનીતિમાં પગ જમવા ફકત લોકોના નાના મોટા કામ ની ભલામણ પૂરતી નથી પણ વિરોધી જૂથને માત આપવી પણ એટલી જ જરૂરી છે જેને માટે કાંતિ અમૃતિયા પાસે એવો કોઈ મહોરો નથી

જેમ ગાડા નીચે કૂતરું જાય અને એને વહેમ હોય કે ગાડુ તે જ ખેંચે છે તેમ કાંતિ અમૃતિયા ની આજુબાજુ ફરતા અને જાણે એ જ કાંતિ અમૃતિયા નો ખાસ હોઈ એવો ડોળ કરતો વ્યક્તિ પણ દૂધ અને દહીં બને માં હાથ રાખી હાલ પૈસા કમાવાના શાતીર શિકારી બની ગયા છે જે આવનાર દિવસો માં વિભીષણ સબિત થશે

આવનાર દિવસોમાં મોરબીમાં બનેલ પ્રથમ વખતની મહાનગર પાલિકાની ચૂંટણીઓ આવનાર છે જેમાં અમુક તકવાદી સારી રીતે જાણે છે કે કાંતિ અમૃતિયાની ગેરહાજરીમાં પોતાનું ભવિષ્ય ઉજળું નથી એટલે એ પણ અંદરખાને સામેની સાવણી જય આશરો લે છે

Related Articles

Total Website visit

1,595,066

TRENDING NOW