Friday, March 13, 2026

કચ્છ-માળિયા હાઈવે પર આઈસરે હડફેટે લેતા બંધ કાર પાછળ ઉભેલ યુવાનનુ મોત

Advertisement
Advertisement
Advertisement

કચ્છ-માળિયા હાઈવે પર આઈસરે હડફેટે લેતા બંધ કાર પાછળ ઉભેલ યુવાનનુ મોત

મોરબી: કચ્છ-માળિયા હાઈવે ઉપર દેવ સોલ્ટ કારખાના સામે કાર બંધ થઈ જતા રોડની સાઈડમાં રાખી ઉભા હોય તે વખતે આઈસરે બંધ કારને હડફેટે લેતા કાર પાછળ ઉભેલ યુવાનનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતાએ આરોપી આઇસર ચાલક વિરુદ્ધ માળિયા (મી) પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા ઠાકરશીભાઈ મુળજીભાઈ ચાવડા (ઉ.વ.૫૫) એ આરોપી આઈસર ટ્રક નં – GJ-23-X-4242 ના ચાલક વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૨૧-૧૦-૨૦૨૨ ના રોજ રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામાં ફરીયાદીની અર્ટીકા ગાડી રજીસ્ટર નં- GJ-36- B- 8302 વાળી બંધ થઇ જતા ગાડી રોડની સાઇડમા રાખી ઉભા હતા તે વખતે આરોપી પોતાના હવાલાવાળુ આઇસર નં- GJ-23 -X-4242 પુરઝડપે અને ગફલતભરી રીતે પોતાની તથા બીજાની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ફરીયાદની ગાડીમા પાછળ ભટકાડી તેમજ ફરીયાદીનો દીકરો વિજયભાઇ ઠાકરશીભાઇ ચાવડા ઉ.વ.૨૫ વાળો ગાડીની પાછળ ઉભો હતો તેને હળફેટે લેતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતાએ આરોપી આઇસર ટ્રક ચાલક વિરુદ્ધ માળિયા (મી) પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇ.પી.સી કલમ ૨૭૯,૩૦૪(અ) એમ.વી.એક્ટ કલમ ૧૭૭.૧૮૪ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,589

TRENDING NOW