Saturday, June 20, 2026

કચરો નાખવા જેવી બાબતે ધોકા વડે માર માર્યો, ફરિયાદ નોંધાઈ

Advertisement
Advertisement
Advertisement

કચરો નાખવા જેવી બાબતે ધોકા વડે માર માર્યો, ફરિયાદ નોંધાઈ

મોરબીના વજેપર શેરી નં-૬ માં રહેતા અરુણભાઈ ભીખાભાઈ પરમારએ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે પડોસમાં રહેતા (૧)ભાવેશ પ્રભુભાઇ વાઘેલા (૨) મનિષ પ્રભુભાઇ વાઘેલા બંનેએ ફરિયાદીના ઘરે આવે ઘર સામે કચરો કેમ નાખો છો તેમ કહી બોલાચાલી શરૂ કરી દીધી હતી બાદ આરોપીઓ એ ગાળો બોલવાનું શરૂ કરી દીધુ હતું ત્યારે ફરિયાદી દ્વારા ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાય જઈ આરોપી ભાવેશભાઈ એ ફરિયાદીને ઢિકાપાટું મારી મૂઢમાર મારવામાં આવ્યો હતો. બાદ આરોપી મનીષ દ્વારા ધોકા વડે ફરિયાદીને માર મારવામાં આવ્યો હતો.ત્યારે આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

Related Articles

Total Website visit

1,608,872

TRENDING NOW