મોરબી : પરિશ્રમ ઔષધિ વનના આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજાના નેતૃત્વમાં આજે મોરબીમાં ઔષધિય છોડ રોપણીનું અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ઓમ શાંતિ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પરસોત્તમ ચોક પાસે શનિદેવ મંદિર ખાતે ઔષધિય વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું.
ઔષધીઓ છોડમાં સીતાઅશોક, પરિજાત, બહેડા, મરોડ ફળી, ખારો, ગુગળ, ગુંદા, દેશી જાસુદ, સુગંધી તુલસી, ગરમાળો, અંકોલ, દેશી બદામ, દેશી મહેંદી, અશનબીયો, અર્જુન સાદડ, ટગર, બીલી, બંગાળી બાવળ, ખાખરો, કલ્પવૃક્ષ, જેવા છોડવાનું રોપાણ કરવામાં આવ્યું હતું. આ તકે દેવેન્દ્રસિંહ જાડેજાએ વિવિધ છોડ વિશે માહિતી આપી તેની ઉપયોગિતા અને ફાયદા વિશે જાણકારી આપી હતી. આ કાર્યમાં ઓમ શાંતિ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલના ટ્રસ્ટી સુમંતભાઈ રોકડ અને પ્રિન્સિપાલ સના મેડમનો સાથ સહકાર મળ્યો હતો. સાથે જ આ કાર્યમાં મગનલાલ બાબુભાઈ પાડલીયા તથા તેમના પુત્ર પંકજભાઈ મગનભાઇ પાડલીયા અને હિરેનભાઇ મગનભાઇ પાડલીયા (ગામ-ગાળા)મોરબીએ આ કાર્યમાં દાન કર્યું હતું સાથે પંચમુખી મંડળ મીરાં બેન દિલીપગીરી ગૌસ્વામી પણ પરિશ્રમ ઔષધિ વન મા સહયોગી બન્યા હતાં